________________
શ્રમજીવીઓના ગુણ સાથે તેમનામાં પેસેલા દોષ પણ તેઓ બરાબર જાણે છે, એમાં મુખ્ય દોષ છે. અવેરનો અભાવ, પોતાની આવક અને વસ્તુનો સારો ઉપયોગ અને દારૂ, જુગાર જેવા બરબાદ કરતાં વ્યસનો. એક સમય એવો હતો કે
જ્યારે તેઓ કેવળ વ્યસનત્યાગના મંત્રને લઈને જ ફરતા હતા. અહીં પણ ઠેકઠેકાણે તેઓ વ્યસનો છોડવા અપીલ કરે છે. એની અસર કેટલી સચોટ થાય છે તે કલોલના મજૂરો-શ્રમજીવીઓના સંમેલનમાંથી દેખાઈ આવે છે. મહારાજશ્રી આઠ વર્ષ પૂર્વે કલોલ આવેલા, ત્યારે તેમની સમક્ષ દારૂબંધી અંગે ઠરાવ થયેલ. મજૂરોએ સ્વયંબંધી કરી કે જે પીએ તે પાંચ રૂપિયા દંડ ભરે, અને જે પીનારને બતાવે તેને બે રૂપિયા ઇનામ, આમ કરતાં તેમાંથી ૧૪૦૦ રૂપિયા એકઠા થયા. તેમાંથી બાળકલ્યાણ અને દારૂબંધી અંગેનું પ્રદર્શન યોજયું હતું. સંત પુરુષ સમક્ષ થયેલ ઠરાવનું કેટલું બધું મહત્ત્વ? આ છે ભારતીય સંસ્કૃતિની દેણ !
શ્રમજીવીઓ અથવા મજૂરોના ઘડતરની દૃષ્ટિએ જ્યાં તેમને જે કહેવા યોગ્ય હોય છે તેની મીઠી ટકોર પણ કરી લે છે. મજૂર આગેવાન ખંડુભાઈ દેસાઈને ચૂંટાવી ન શકાયા ત્યારે તેઓ કહે છે : “આપણે મતદાન આપીએ છીએ, પણ મતિદાન આપતા નથી. માણસ યોગ્ય નિર્ણય કરી પોતાની જાતને ઘડે તો જ તેના સમગ્ર જીવન ઉપર એની અસર પહોંચે.
આવો જ બીજો પ્રશ્ન શ્રમજીવી બહેનોનો. મિલોમાં અને કેટલાંક કારખાનાંઓમાં મહિલા કામદારો પણ આવતા હોય છે. ત્યારે તેઓ સમજાવે છે કે, બહેનો કામ કરવા આવે ત્યારે તેમને ભગિનીભાવથી જોઈએ, તેને એમ લાગવું જોઈએ કે અહીં મારું કુટુંબ છે.” (પા. ૧૪પ) સ્ત્રીઓ પ્રત્યેની લાગણી તેમનાં અનેક પ્રવચનોમાં જોઈ શકાય છે. કોળી સંમેલનમાં સ્ત્રીઓ અંગે ઠરાવ થાય છે. દિયરવટું, બાળકોને ભણાવવા વગેરે – પણ એ સંમેલનમાં સ્ત્રીઓની સંખ્યા જ નથી. તેથી પૂછે છે : “સ્ત્રીઓ અંગે ઠરાવો કરો છો, પણ તેમની સંમતિ લીધી છે? જે ઠરાવનો અમલ તેમની પાસે કરાવવો હોય તેની સમજ અને સંમતિ તો હોવી જોઈએ ને ! એટલે તેમના પ્રતિનિધિઓને પણ લેવાં એવું સૂચવે છે.
તેમના સમગ્ર પ્રવાસમાં ગ્રામસંગઠન એ મુખ્ય ધરીરૂપ પ્રશ્ન છે. સંગઠન સિવાય કોઈ કાર્યની ભાગ્યે જ સિદ્ધિ થઈ શકે. પણ આવાં સંગઠનો કેવળ સ્વાર્થ પોષવા થાય તે યોગ્ય ન ગણાય. તેથી તેઓ ખેડૂતોને સમજાવે છે કે, તમારી ઊપજના યોગ્ય ભાવ મળવા જોઈએ, પણ ખાનાર અને ખેડનાર' બંનેનું હિત સચવાનું જોઈએ. એવી જ રીતે કેવળ કોમી મંડળ અથવા જ્ઞાતિ મંડળો થાય તો પણ એ એકતાને બદલે એકાંગી જ રહેવાનાં છે. એટલે તેઓ કહે છે: “હું તો ક્ષત્રિયભાઈઓને