________________
સુધરી ગઈ. શુદ્ધિ પ્રયોગમાં આ વસ્તુ મહત્ત્વની છે. મસોતાથી કે મેલા હાથથી અરીસો સાફ થતો નથી. આદર્શ ગમે તેટલો ઊંચો હોય, પણ સાથે પહોંચવા માટે તો આ શરીર છે. તેની કેટલીક ખામીઓ રહેવાની. બાપુજીએ વિકાસનાં માર્ગમાં પડેલી રૂકાવટો દૂર કરવા માટે પરદેશીઓને કહ્યું, તમે ચાલ્યા જાવ. વ્યક્તિગત દ્વેષ ના રાખ્યો. પછી ભાગલા આવ્યા. આ કાપાકાપી કેમ ચાલે છે ? ભલે મુસ્લિમલિગ રાજ કરે પણ કોઈ ના માન્યા. એટલે નોઆખલી પહોંચ્યા. જેટલું જેટલું ઇષ્ટ થાય, તેટલું તેટલું અનિષ્ટ પણ ઉપર આવે છે અને એ રાતે ગોડસેએ ગોળી મારી. હે રામ ! કહીને ચાલ્યા ગયા.
હવે એમનું બાકી રહેલું કામ આગળ કોણ ચલાવશે ? પ્રાયોગિક સંઘ ચલાવે, ભારત સેવક સમાજ ચલાવે કે બીજી કોઈ સંસ્થા ચલાવે. વ્યક્તિ અને સમાજ જુદા નથી. એ પ્રશ્ન પ્રથમ વિચારવાનો છે. ખરેખર આપણને લાગતું હોય કે પરદેશી લડત પૂરી થઈ. હવે કઈ લડત બાકી છે ? વિચાર કરો. અમદાવાદ કૂદકે અને ભૂસકે વધતું જાય છે. ભલા ! શહેર વધે તો મકાનો વધે, પૈસા વધે છે. બીજું કાંઈ વધશે ? નીતિમત્તા વધી છે ખરી ? ચારિત્ર્યની ઉજ્જવળતા વધે છે ખરી ? આપણી જરૂરિયાતો વધારીને સત્તા અને ધનની લાલસા રાખીને આપણા ભાંડુઓને ઉપયોગી થઈ શકીશું ખરાં ? જો આ વિચાર આવશે તો આવરણો દૂર કરવામાં આપણે સૌ મદદગાર થઈશું. ધન અને સત્તા વધે તેટલા પ્રમાણમાં અનિષ્ટો વધે છે. કોઈ ટીંચર પીવે, કોઈ દારૂ પીવે, બીજી બાજુ બહેનો અગ્નિસ્નાન કરે. કોઈ બાળી નાખે, બે પત્નીનો કાયદો છે તો ઉપપત્ની રાખે આ બધાં અનિષ્ટો, ડગલે ને પગલે વધતાં જાય તો આપણે ક્યાં જઈને અટકીશું ? શુભ ચિહ્નો દેખાય છે, બોર્ડે સારા વિચારોનાં ઘણે ઠેકાણે દેખાય છે.જે સંસ્થાએ દેશને ઊંચો લાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. આજે મોટા સ્થાને રહીને કામ કરી રહ્યાં છે. પણ એનાં અંગો જોઈએ છીએ ત્યારે નિરાશા થાય છે. સંખ્યાબળ વધે તેથી કંઈ તેની શક્તિ વધે છે તેમ નથી. આ વેદના કરવાથી કોઈ સુધરી જવાનું છે એમ પણ નથી. પણ ‘દિલભર દિલ’ કહેવા માટે ત્યારે કંઈક અસર થાય છે. આજે આપણે વ્યક્તિવાદી સમાજરચનાને બદલે સમાજવાદી સમાજરચના બનાવવાની છે. કોંગ્રેસમાં વ્યક્તિ શુદ્ધ થવા લાગી એને લીધે કોંગ્રેસ શુદ્ધ થવા લાગી અને એની અસર દેશ અને દુનિયા ઉપર સાધુતાની પગદંડી
૧૭૧