________________
જ બનાવો છે. એટલે વ્યક્તિ અને સમાજને જુદા માનીને ચાલવું એ બરાબર નથી. આ વિચાર શુદ્ધિપ્રયોગના પાયામાં પડેલો છે. તે આપણે નહિ ભૂલવું જોઈએ.
પુત્ર જન્મતો હોય ત્યારે માતા ખાતી નથી. છતાં પ્રસન્ન થાય છે. આ તેનો અનુબંધ છે પછી એમાં કેટલો રાગ છે તે જુદી વાત છે. એ જ રીતે બંનેનું અલગાપણું છે. એકને એક ચીજમાંથી આનંદ મળે છે એ જ ચીજમાંથી બીજાને કલેશ થાય છે. આનંદધનજીએ કહ્યું માટી એક છે. ભાજન જુદાં છે. વ્યક્તિ એક છે, સમાજ તેનો પડછાયો છે. એટલે મારા કર્મ સમાજ દુઃખી થયો છે એમ માનીને માણસ શુદ્ધિપ્રયોગમાં જોડાય. આ વિચાર આવ્યો શી રીતે ? એટલા માટે કહ્યું આ વિચાર એકાએક આવતો નથી. પણ માણસ શુદ્ધ થતો જાય છે, વિચારમાં ઊંડો ઊતરતો જાય છે. તેમ તેમ તેને સમજણ પડતી જાય છે. ગાંધીજીએ આજીવિકાની શુદ્ધિ કરી. આજીવિકાની શુદ્ધિ વગર સાત્ત્વિક ખોરાક નહિ મળે. સાત્ત્વિક ખોરાક વગર એવું લોહી બનશે નહિ અને અશુદ્ધ લોહી હશે તો વિચારો મલિન જ આવવાના છે અને મલિન વિચારથી ખરાબ કામો થવાનાં છે. એટલે તેમણે વિચાર્યું કે, મને જે કેસ ખોટા લાગે તેને ના લેવા. આમ કરતાં કરતાં માનવ જાતના ભેદભાવની વાત આવી. કાળાધોળાના ભેદભાવ ખૂંચ્યા. પણ તેમનો દષ્ટિકોણ જુદો હતો. મને કોઈનો અન્યાય ગમતો નથી. તો મારે પણ બીજાને અન્યાય ના કરવો જોઈએ. પોતે વૈષ્ણવ સમાજના હતા. અછૂતોને હું ન અપનાવું તો બીજાને કેમ કહી શકું ? સમાજમાં ચારિત્ર્યની જ અસર થાય છે. એટલે એમણે મળમૂત્રનાં કૂંડાં ઉપાડ્યાં. આ પ્રક્રિયા તમે જાણો છો. પણ અહીં એટલા માટે કહું છું કે સત્યમાંથી ઊઠેલો અવાજ કેટલો આગળ જાય છે. કસ્તૂરબા બાપુજી સાથેના અનુબંધમાં સમજયાં હતાં. પણ બીજા સાથે અને તે પણ પંચમજાતિનાં મૂત્રનાં કૂંડાં ઉપાવડવાં એટલેથી અનુબંધ થયો નહોતો. બાપુજીની અહીં કસોટી થાય છે. શુદ્ધિપ્રયોગનું અહીં દર્શન થાય છે. કોઈનાં મળમૂત્ર સાફ કરવાં, તે પોતાના જ કોઈ નાના ભાઈનાં, આત્મબંધુનાં છે એ ભાવ જગાડવાનો હતો, ઉશ્કેરાટથી બાપુજીએ એ કામને બા પાસે કરાવ્યું અને તમે નૈતિક દબાણ કહો કે જે કંઈ કહો તે કરવું પડ્યું. પણ અંતરે પ્રેમ હતો એટલે બાજી ૧૭)
સાધુતાની પગદંડી