________________
સરકારી ભૂદાનનો કૉલ આવ્યો છે કે નહિ ? એ પૂછીને સાંજના રાજકોટ ગયો. સવારમાં જયાબહેન શાહ મળ્યાં. પછી શ્રી ઢેબરભાઈને મળ્યો. તેમણે પત્ર લખી આપ્યો કે પચ્ચીસ હજાર એકરની સરકારે તા. ૧૬મીની સાંજે જાહેરાત કરી દીધી અને તેનો તાર વિનોબાજીને કરી નાખ્યો છે. મને ઢેબરભાઈની સવારની કાર્યવાહી જોવા મળી. મુખ્યમંત્રી હોવા છતાં એક ચટાઈ પર બેઠા હતા. સવારમાં ખેડૂતોને મળતા હતા. બે ખેડૂતો નાની દીકરીઓને પરણાવવાની મંજૂરી લેવાની અરજી લઈને આવ્યા હતા. એમને ઢેબરભાઈએ સમજાવ્યા ઓછો ખર્ચ કરો અને કન્યાને ૧૫ વરસ પછી પરણાવો. અને સમાજ ના પાડે તો મને બોલાવજો. હું હાજરી આપીશ.
એક ગાંડા માણસ માટે પોતે તેના કાકા ઉપર પત્ર લખી આપ્યો. આવા ઘણા પ્રશ્નોનો તેઓ નિકાલ કરતા હતા.
સાંજના તેની રજા લઈ, સવારના શિહોરથી મોટરમાં બેસી વિહોર આવી ગયો. તા. ૧૭,૧૮-૪-૧૯૫૪ : વિહોર
તનસાથી વિહોર આવ્યા. અંતર છ માઈલ. વચ્ચે એક ગામમાં થોડું રોકાયા હતાં. ઉતારો ઉતારામાં રાખ્યો હતો. અહીં નરસિંહભાઈ ગોંધિયા અને નાગરદાસ દોશી મળવા આવ્યા હતા. બંને દિવસે જાહેર સભા થઈ હતી. તા. ૧૯, ૨૦-૪-૧૯૫૪ : વરલ
વિહોરથી વરલ આવ્યા. અંતર પાંચ માઈલ. ઉતારો મહાજનની વાડીમાં રાખ્યો હતો. એક દિવસ વિદ્યાર્થીઓ સમક્ષ પ્રવચન રાખ્યું હતું. તા. ૨૧-૪-૧૯૫૪ : તણાં
વરલથી ટાણાં આવ્યા. અંતર ચાર માઈલ. ઉતારો સરકારી ઉતારામાં રાખ્યો હતો. ભાઈઓ-બહેનો અને વિદ્યાર્થીઓએ વાજતેગાજતે સ્વાગત કર્યું. સ્વાગતમાં એકબાજુ જૈનબહેનો બીજી બાજુ ખેડૂતબહેનો જુદાં જુદાં ગીતો ગાતાં હતાં. સમન્વયનું સુંદર વાતાવરણ દેખાતું હતું. સભામાં મહારાજશ્રીએ ભૂમિદાન એટલે શું? એ સમજાવ્યું. ત્યારબાદ વેપારી ભાઈઓ સાથે વાતો કરતાં જણાવ્યું કે, તમારે સહકારી પ્રવૃત્તિમાં રસ લેવો. ખેડૂતો સદ્ધર થશે તો જ ગામડું આબાદ થશે. અને એમાં સૌ આવી જાય છે.
૪૦
સાધુતાની પગદંડી