________________
કૉંગ્રેસ સંસ્થાના કેટલાક મોવડીઓની રીતિનીતિ અને અસિદ્ધાંતિકતા જોતાં તેમનું હૃદય કંપી જાય છે અને છેવટે તેમને કુદરત મૈયાના ખોળે શરણું સ્વીકારી ઉપવાસ કરવા પ્રેરે છે.
ધોળકામાં ચાતુર્માસ પ્રવેશતાં જ પ્રથમ દિવસથી સાત દિનના-જનજાગૃતિને ચરણેના ઉપવાસથી તેમની હૃદયભાવના સમજી શકાય છે.
જે ગામોમાં ભાગ્યે જ કોઈ સંત-સાધુ કે મોટા નેતા પહોંચતા હશે તેવાં અનેક ગામોમાં વિહાર કરી, ત્યાંની સમગ્ર જનતાનાં વાજતાં-ગાજતાં સ્વાગત સ્વીકાર્યાં છે, એવાં અનેક દૃશ્યો આ લખનારને પણ તાજાં થાય છે. સાચા સાધુને સમાજનો તમામ વર્ગ આવકારે છે. એના બોધને ઝીલે છે, જીવન શુદ્ધિમાં સહયોગ આપે છે. તેમની આ યાત્રામાં પગી-કોળી ભાઈઓ, વાઘરીઓ, ગોપાલકો, હિરજનો, ખેડૂતો, મજૂર કામદારો, સ્ત્રીઓ, રચનાત્મક સેવકોથી માંડીને અમદાવાદ જેવા મહાનગરમાં અનેક સંસ્થાઓ સાથેનાં મિલનો અને સંમેલનો - તેમની સકળ જગતની જનેતા બનવાના કોલની ઘોતક છે !
w
આ તદ્દન સાદી સીધી હકીકતોની નોંધ છે. મણિભાઈ દિવસભરની પ્રવૃત્તિથી વ્યસ્ત, હજુ એક ગામે મુકામ પૂરો ન થયો હોય ત્યાં તેમને આવતા મુકામની ચિંતા ક૨વી પડે, સાથે મીરાંબહેનની પણ જવાબદારી હોય. આવા સંજોગોમાં જે કંઈ સચવાયું તે સતની વાણીરૂપ છે. શાબ્દિક રીતે કશું શણગાર્યા વિના તેમણે જે લખ્યું, તેને જરા ઠીકઠાક કરી મેં અહીં આપ્યું છે.
ભવિષ્યમાં ગુજરાતનો બૃહદ્ ઇતિહાસ લખાય, રચાય તો તેમાં ઊઠેલાં મોટાં આંદોલનો - ભૂદાન પ્રવૃત્તિ, વેચાણવેરા આંદોલન, ગણોતધારા બીલ, દ્વિભાષી રાજ્યરચના આપણા પછાત વર્ગો અને તેમની પાણીની હાડમારી - જેવા વિવિધ વિષયોની, તે તે કાળની દસ્તાવેજી મૂલ્ય ધરાવતી માહિતી આમાંથી કંઈક મળી રહે એ મૂલ્ય પણ શું ઓછું છે ?
આજે તાજા ભૂકંપ અને દુષ્કાળની સ્થિતિમાં પ્રજા આવા નિષ્કામ, અનાસક્ત, પ્રજાની આત્મીયતા અને વિશ્વાસ ધરાવતા સેવકો અને સંતોની ઝંખના કરે છે. આવા પુણ્યાત્માઓને પગલે ચાલનાર મળી આવો ! તેમને પગલે ચાલનાર કોઈ સંત-સાધુ કે સેવકો જરૂર આ પરંપરાને ચાલુ રાખી તેમની વિશ્વવાત્સલ્યની ઝંખનાને સાકાર કરવામાં સહયોગી બની રહેશે !
મનુ પંડિત
૧૨ ફેબ્રુઆરી (બાપુ શ્રાદ્ધદિન). ૨૦૦૧ જીવનસૃતિ, મણિનગર,
અમદાવાદ-૮.
૧૨