________________
આવ્યા છે. આજે દેશમાં દુઃખ હોય તો ગરીબીનું નથી પણ ગરીબના દિલમાં રહેલી અમીરાતની ઝંખના નથી તેથી છે. આપવા ના હોય પણ દાઝવા તો હોય ? એટલે કેટલો મંત્ર શીખી લઈએ તોપણ ઘણું કરી શકાય. કાંકરે કાંકરે પાળ બંધાય' એ રીતે આ દેશમાં ૨૭ લાખ એકર જમીન મળી છે. એમાં લાખ એકરથી માંડીને થોડા ગુંઠા સુધી દાન આપનાર સભ્યો પણ છે. અમીર, ગરીબ ભગવાનને ઘેર જાય છે ત્યારે બંને સરખા થઈ જાય છે. સ્વાર્થની દુનિયા છે. તેમાં પરમાર્થ શબ્દ વધારી દેવો છે. પુત્ર સ્વાર્થ માટે પિતાની સેવા કરે છે. નાનામાં નાનો માણસ કામ આપતો થાય છે ત્યારે દેશની હવા બદલાઈ જાય છે.
આજે ખેતી સુધાર સપ્તાહ હતું. એટલે ખેતીવાડી અધિકારી, મામલતદાર વગેરે અધિકારી આવ્યા હતા.
તા. ૨૭-૪-૧૯૫૪ : નોધણવદર
વાલુકડથી નીકળી નોધણવદર આવ્યા. અંતર પાંચ માઈલ. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો હતો. અહીં રાત્રે જાહેરસભામાં મહારાજશ્રીએ ભૂદાન વિશે ખ્યાલ આપ્યો હતો. સભામાં પ્રશ્નોત્તરીએ ઠીક ઠીક ચર્ચા જગાવી હતી. એક વેપારી ભાઈએ સરકાર કેળવણી કેમ સરખી કરતી નથી. વારંવાર પુસ્તકો બદલે છે. વગેરે ટીકાઓ કરી હતી. એમણે ખેડૂતોની તરફદારીવાળું ભાષણ ગમ્યું નહોતું. વેપારીના હાથા તરીકે એક બે ખેડૂતો પણ ચર્ચા કરતા હતા. સભા પછી મુકામે આવ્યા બાદ વજુભાઈ શાહે ઠીકઠીક વાતો કરી હતી.
તા. ૨૮-૪-૧૯૫૪ : નવાગામ
નોધણવદરથી નીકળી નવાગામ આવ્યા. અંતર ચાર માઈલ. ઉતારો નિશાળમાં રાખ્યો હતો. લોકભારતીવાળા મૂળશંકરભાઈ મળવા આવી ગયા. ચોગટના પ્રશ્ન અંગે ચર્ચા કરી હતી.
રાત્રી સભામાં મહારાજશ્રીએ જણાવ્યું કે ભૂમિદાન યજ્ઞ કહેવામાં આવે છે. યજ્ઞમાં યજમાન પણ હોય છે. અત્યાર સુધી યજ્ઞો તો ઘણા થયા. પણ આ જુદી જાતનો યજ્ઞ છે. ગીતામાં કહ્યું, અયજ્ઞી છે તેનો મોક્ષ નથી. જે યજ્ઞ કરતો નથી તે કદી શાંતિ પામી શકતો નથી. સૂર્ય યજ્ઞ કરે છે. તે
સાધુતાની પગદંડી
૪૩