SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ગણોતધારામાં પણ ભૂમિની વહેંચણીનો પ્રશ્ન છે. વધારાની જમીન ફાજલ પાડી, બેકારોને ધંધો આપવો એને સ્વમાનપણે રોટલા ભેગો કરવો એ એનો હેતુ છે. આજે વ્યક્તિગત મોક્ષ કરવાની વાત મુખ્ય આવે છે. કહે છે કે જગતને કોણ સુધારી શકવાનું છે ? રામ, ઈશુ બધા ગયા. પણ ફેરફાર શું કરી ગયા? પણ આપણે નજરે જોયું કે પોલીસો દેખીને ભાગનાર, છાતી ખુલ્લી કરીને ગોળી ઝીલવા તૈયાર બને છે. વ્યક્તિગત મોક્ષની વાતથી આ ના બની શક્યું હોત. પત્રકારને પણ મારી વિનંતી છે કે નીતિ અને પવિત્રતાના પાઠ શીખવવાનું કામ કરે, ગુજરાતનું રાજ્ય થયું છે. હવે તેની પ્રાચીન સંસ્કૃતિ ફરી નવપલ્લવિત થાય. લડત લડવી છે. પણ સાધનો સત્ય ને અહિંસાનાં. મહારાષ્ટ્રીયનોને કૈકેયી અને રામના પ્રસંગ જેવો પદાર્થપાઠ આપવો. દરેકનો રસ્તો અંદરથી મળી જવાનો છે. જો પ્રેરકબળ ઊંચું હશે તો. સાચી દિશા માણસને ક્રમેક્રમે ઊંચે લઈ જાય છે. ગિરધરનગર પોતાનું પ્રેરકબળ શુદ્ધ કરી, પોતે શુદ્ધ રહી, બીજાને શુદ્ધિનો ચેપ લગાડે. તમો નાની નાની સંસ્થાઓ બનાવો. બહેનો પણ પોતાની સંસ્થા બનાવે અને આગળ વધે. તા. ૧૮-૧-૧૯૫૬ : શ્રેયસપ્રતિષ્ઠાન (ટેક્ટી) પ્રથમ સંસ્થાની મુલાકાત લીધી. મુખ્ય બહેને મહારાજશ્રીનો પરિચય આપ્યો, પછી મહારાજશ્રીએ વિદ્યાર્થી, બહેનો, ભાઈઓ સમક્ષ ઉબોધન હ્યું હતું. અંતમાં ભારતીબહેન, લીનાબહેન-અંબાલાલ સારાભાઈ બહેનોએ મહારાજશ્રીનો આભાર માન્યો હતો. બપોરના દરિયાપુર વોર્ડમાં જાહેરસભા રાખી હતી. એક દિવસ ૩ થી ૪ સી.એન. વિદ્યાલયમાં પ્રવચન રાખ્યું હતું. પ્રથમ પ્રાર્થના થયા બાદ છગનભાઈ દેસાઈએ મહારાજશ્રીનો પરિચય આપતાં ૧૮ વરસ પહેલાંના પ્રસંગની યાદ તાજી કરી. વાઘજીપરાથી એમને નળકાંઠામાં આવવા વિનંતી કરી. તેમણે સ્વીકાર કર્યો અને પછી તો એમણે ભાલનળકાંઠાને પ્રયોગ ભૂમિ બનાવી. એ રીતે સંતબાલજીને ગુજરાતમાં રાખવાનો નિમિત્ત હું બિન્યો છું. અમદાવાદમાં આવે ત્યારે તેઓ અમારી સંસ્થાને ભૂલતા નથી. સાધુતાની પગદંડી ૧૮૯
SR No.008080
Book TitleSadhuta ni Pagdandi Part 5
Original Sutra AuthorN/A
AuthorManilal Patel
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year2001
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy