________________
ગ્રાહકોને લખવાના તૈયાર કરીને માત્ર ટિકિટ ચોંડવાની આળસે પડી રહ્યાં હતાં. લગભગ પહેલા મહિનાથી આજ સુધીના પાંચસો ગ્રાહકોના લવાજમ પૂરાં થઈ ગયાં છે. છતાં અંકો મોકલાવે છે. કોઈને ખબર આપતાં નથી અને ટપાલો તો કેટલીયે એવી છે કે, તેમાં કાર્યાલયની વ્યવસ્થાની ટીકા કરી છે. છતાં તેમને સંતોષકારક જવાબ નથી. કોઈને ડબલ અંકો જાય છે. કોઈને જતા નથી.
હવે અભયસિંહને બધું વ્યવસ્થિત કરવા ગ્રાહકો વધારવા અને ટપાલો પર ધ્યાન આપવા સમજણ આપી.
(નોધ : તા. ૨૭-૮-૧૯૫૪ તથા ૨૮-૮-૧૯૧૪ના રોજ રાજસ્થળી (પાલીતાણા પાસે)ના ભંગી કુટુંબને માર મારવાનો પ્રસંગ અને એનો ઉકેલ મારો લેખ એ તારીખના વિશ્વ વાત્સલ્યમાં જુઓ)
તા. ૨૫-૮-૧૯૫૪ થી ૨-૯-૧૯૫૪ સુધી પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો રાખ્યાં હતાં. એની બધી નોંધો ડાયરીમાં છે તે જોવી. તા. ૩-૯-૧૯૫૪
ક્ષમાપનાદિન પ્રસંગે કરેલું મનનીય પ્રવચન પર્યુષણ પર્વ ગઈ કાલે પૂરા થયાં. એ પછીના દિવસે મહારાજશ્રીએ એક પ્રવચનમાં કહ્યું કે, કોઈપણ પ્રગતિ કે અપ્રગતિ કરવી હોય તો માનવકાયામાં જ કરી શકાય. ભગવાને વિશ્વદર્શન બતાવ્યું તે પણ માનવ કાયાને. ઘણા પૂર્વજન્મ અને પૂર્વકર્મોને સાથે લઈને માનવકાયા મળે છે. એટલે ભિન્ન ભિન્ન પ્રકૃતિઓ જોવા મળે છે. કોને ક્યો રસ વધારે ગમે છે તે કળી શકાતું નથી. પોતાને કયો ગમે છે તે તેને ખબર નથી એટલે જીભને ગમે તેવો રસ લે છે. આવું જ જગતને વિશે છે. કોઈને એકલા દોષ નહિ દેવાય. એકલા ગુણ ન દેખાય ગમે તેવી હલકી ચીજમાં પણ ગુણ રહેવાના. વિષ્ટા આપણે માટે નકામી છે. પણ વનસ્પતિ માટે અને ભૂંડ માટે તો ખાસ ઉપયોગી છે. એવી જ રીતે આપણને સારી લાગતી વસ્તુ બીજાને નુકસાનકારક હોય છે. મહાપુરુષોએ આ બધી ભિન્નતામાંથી સત્ત્વ તારવવાનું બતાવ્યું. મહાપુરુષો ધર્મના સારા તત્ત્વોને સંઘરી રાખે છે. જીવનચરિત્રમાંથી યુગ પ્રમાણે ફેરફાર કરતાં આવ્યાં છે. એટલે મુહપત્તી રાખવી કે નહિ. રજોહરણ નાનું કે મોટું રાખવું. એ જ પ્રમાણે દિગંબરોએ કપડાં રાખવાં કે સાધુતાની પગદંડી
૮૩