________________
વિદ્યાર્થીઓમાંથી પણ ઘણું શીખવાનું છે. સાહિત્યમાં કેટલુંક ઉશ્કેરનારું હોય છે. જોવામાં પણ ગમે તેવું જોશો નહિ. ખોરાક લેતાં પહેલાં જોઈએ કે એમાં ઝેર તો નથી ને ! સુપાચ્ય ખોરાક લઈએ છીએ. કેટલાક માણસો વિદ્યાર્થીઓને હાથા બનાવે છે. કુતૂહલતાને લીધે તમે દોરાવ છે, અને ધાંધલ ધમાલ કરાવે છે.
બીજી વાત, સારું લઈએ, નઠારું છોડી દઈએ. તેવી જ રીતે નવા સમાજના ઘડવૈયા બનવાનું છે. તે માટે તમારે આજથી નિશ્ચય કરવો પડશે. નાનપણમાં હવે નહિ પાળીએ તો મોટપણમાં પસ્તાવું પડશે. આજે ઘણા મોટા માણસો પસ્તાય છે. કુટેવો પડી છે ભણ્યા નથી. - વિદ્યાર્થીઓ કહે છે અમે ભણીને સેવા કરીશું. પણ ખરી રીતે તો તમારે તમારી સેવા આજે કરવાની છે. બહુ ગળપણ સારું નથી, બહુ ખર્ચા સારા નથી. નવો સમાજ રચવો હશે તો, સેવા અને સાદાઈ શીખવાં પડશે. અત્યારથી જ ખર્ચ વધારી મૂકશો અને નોકરીની મનોદશા રાખશો તો શિક્ષણ બેકારોની ફોજ વધારી મૂકશે. તમો સહકારી પ્રવૃત્તિ પણ આજથી શીખજો. જરૂરી ચીજો લાવવી અને પડતર કિંમતે આપવી. એમાં એકલા નાણાની વાત નથી. સહકાર કરવો એટલે તમારી ચોપડી તમારાં ભાંડુને આપવી એને પણ કામ આવે. તમો બીજાને ઉપકારી થાવ, તેવું જીવજો. હરિજનો તમારે ત્યાં ભણવા આવતા હશે. ૧૨ જણ આવે છે. ભંગી કોઈ નથી. એમને ફુરસદ નહિ મળતી હોય, સારા ગુણવાળો ઊંચો, નીચા ગુણવાળો નીચો તમે બંનેને આગળ બેસાડ્યા છે, તેથી મને આનંદ થયો. પણ ઘરમાં તમો બંને મારા છો. ભાઈ ઊંચા અને નીચા એ ભાવના કાઢી નાખો. આપણે રમવા ટાણે રમીએ, અને શિસ્તટાણે શિસ્ત પાળીએ સેવા અને સાદાઈના પાઠો શીખશો તો સુખી થશો. અને આ દેશના ઉત્તમ નાગરિક પણ બની શકશો.
અચેર ઠાકોરવાસની મુલાકાત પ્રથમ ઠાકોર કોમના એક ભાઈ જે શિક્ષક છે અને મંત્રી છે, તેમણે કેટલીક વાતો કરી. ઠાકોર કોમ પહેલાં સુખી હતી. પણ દારૂ જુગારમાં બરબાદ થઈ ગઈ. એક જગ્યાએ ઠાકોરવાસ હતો ત્યાં કાપડ મેન્શન થઈ ગઈ. ઘરમાં ખાવાનું ઠેકાણું નથી, કારણ કે વ્યસનો લાગ્યાં. સરકારને અમે સાધુતાની પગદંડી
૧૪૭