________________
વિનંતી કરી કે અમને પછાતવર્ગમાં મૂકે, પણ મૂકતા નથી. એટલે આગળ શિક્ષણ લઈ શક્યા નહિ. જમીન નથી, તો અમારે શું કરવું ?
મહારાજશ્રીએ જણાવ્યું કે જ્યારે ઘઉં અને કાંકરા ભેગા થઈ જાય ત્યારે ઘઉં વધારે હોય તો કાંકરાંને કાઢીને જુદા મૂકવા જોઈએ. આજે જ્ઞાતિઓ છિન્નવિછિન્ન થઈ ગઈ છે. અત્યારે તમો ઠાકોર રહ્યા છો ખરા? સગુણોની યાદ કરવા માટે આપણા પૂર્વજોનો ઇતિહાસ યાદ કરીએ છીએ. જો બીજા આશયથી પૂર્વજોને યાદ કરીએ તો તે અમૃતને બદલે ઝેર નીવડશે. તમને કોઈ કહે કે તમે સિદ્ધરાજના વંશજ, તો તમને પાનો ચઢશે. પણ તેથી તેની તાવડીમાં કંઈ આવવાનું નથી. સગુણો વધશે તેટલું જ આપણું સારું થશે. લક્ષ્મી નામની સ્ત્રી લાકડાં વેચતી હતી તેનો ધણી ઠનઠન ગોપાળ હતો. એક ભિખારી આવ્યો, તેનું નામ પૂછ્યું તો કહ્યું ધનપાળ. ત્યારે તેને થયું કે, મારો ઠનઠન ગોપાળ સારો. ‘ઠાકરડા” જાતિથી ઓળખાવું આપણને ગમતું નથી પણ ઠાકોરમાંથી એવું નામ કેમ આવ્યું ? આપણે ચા-બીડી પીએ, દારૂ પીએ, જુગાર રમીએ પછી શું થાય ? તમે કહ્યું, અમારી જમીન લૂંટી લીધી. કોણે લૂંટી ? તો પૈસાએ. પૈસા લઈને આપણે જ ભિખારી થયા. જમીન ક્યાંથી લાવવી ? મારા મનમાં આને માટે ખૂબ જ છે. જમીન વધારે હોય તેમાંથી ફાજલ પાડવી જોઈએ. ચોરી એકલા ઠાકોર જ નથી કરતા પણ લાંછન રહી ગયું છે. વહેમ નહિ પોષવા બહેનો ભણતી નથી. એટલે કોઈ બીમાર પડે તો કૂકડો કે બકરો વધેરવાની વાત કરે છે. એટલે હવે આપણે નવી રીતે જીવવું જોઈએ. હું તો ક્ષત્રિયોને કહ્યું છું હવે નામ બદલો. સેવા કરે તે બ્રાહ્મણ એટલે ઠાકોરભાઈઓ ખોટું અભિમાન ન રાખો. શ્રમજીવી સમાજ, ખેડૂત સમાજ એવું નામ રાખો. એટલે સંસ્કાર બદલાય. બાળક-બાળકીને ભણાવો. નાના ઉદ્યોગો શરૂ કરો. અંબર ચરખો આવશે ત્યારે કંઈક રોજી મળસે. ચા-બીડી ઓછી કરો. ખોટું અભિમાન છોડો, બાળકોને ભણાવો. લુવારીયા ભાઈઓ પણ આવ્યા હતા. તેમણે પણ જમીનની માગણી કરી, જમીનની ભૂખ કેટલી ઉઘડી છે, તે જણાઈ આવતું હતું.
સાંજના ધર્મનગર હાઈસ્કૂલમાં રાષ્ટ્રભાષા પ્રમાણપત્રો આપવાની વિધિમાં ગયા. પ્રથમ મુખ્ય શિક્ષકે મહારાજશ્રીનો ખ્યાલ આપતા જણાવ્યું કે, ૧૪૮
સાધુતાની પગદંડી