________________
તા. ૩૦-૧૨-૧૯૫૫ : ધોળાસણા
જગુદણથી નીકળી ધોળાસણ આવ્યા. અંતર ત્રણ માઈલ હશે. ઉતારો ગોદડ શેઠને ત્યાં રાખ્યો હતો. ગામ લોકોએ ઢોલ સાથે સ્વાગત કર્યું. વચ્ચે આવતાં જગુદણ સ્ટેશન પાસે ખેતીવાડી ફાર્મ જોયું.
પ્રાસંગિક કહેતાં મહારાજશ્રીએ જણાવ્યું કે, આપણા દેશની અંદર પ્રયોગો ચાલતા હોય છે. તેમાંનો એક ભાલનળકાંઠાનો પ્રયોગ પણ છે. માણસ તો નિમિત્ત છે. એ પ્રયોગમાં માણસને મુખ્ય ગણવામાં આવે છે. એની સાથે એની શુદ્ધિને પણ મુખ્ય ગણવામાં આવે છે. સૌને પવિત્રતા ગમે છે, મેલ ગમતો નથી. ગંગાને પવિત્ર નદી માની. કારણ કે એ મેલ કાઢીને પવિત્ર બનાવે છે. અગ્નિને પણ પવિત્ર માન્યો, ગમે તેવી નઠારી વસ્તુને એમાં મૂકો તો એ સાફ કરી નાખશે. સૂર્યનાં કિરણો ગમે તેવી ગંદકીને સાફ કરે છે. એટલે એની પૂજા કરવામાં આવે છે. સૂરજ પવિત્ર છે. એનું જે તેજ છે તેને અમે પામીએ. આત્માનું પવિત્રપણું અનંતગણું છે. પણ એમાં માયા પ્રવેશે ત્યારે ગંદકી વધી જાય છે. પવિત્રતા વધ્યા સિવાય સુખી નહિ થઈએ. વાંદરાને દારૂ પાવ તો શું કરે ? નાનાં છોકરાંને પૈસા પકડાવો પછી એને થાય છે કે આ પૈસો મારો, આ સગા મારા, આ ઘર મારું એમ આસક્તિ ચોંટે છે. એટલે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે, અમારા ચિત્તને શાંતિ આપો એને માટે શુદ્ધ ભાવ જોઈએ. આજે અજંપો બહુ વધી ગયો છે. સૌને પૈસા ભેગા કરવા છે એટલે અનીતિ કરવી પડે છે. સૌ માયા-મમતાની ગાંઠ છોડી એક થઈને જીવે તો જગતમાં શાંતિ થઈ જાય.
આવી ભૂમિકા માટે અમે ગામડાંને પસંદ કરીએ છીએ. વિશ્વવાત્સલ્ય ગામડાંમાંથી ઊભું થશે. અહીં રબારી, ઠાકોર, પાટીદાર અને બીજી કોમો છે. દરેક એકબીજાની ખામીઓ કાઢશે. એકબીજાનો વિશ્વાસ ઉઠી ગયો છે. તેને ફરી સ્થાપિત કરવાનો છે. પૈસા વધશે તેથી અજંપો નહિ મટે, જો ગામમાં સંપ નહિ હોય તો શાંતિ નહિ મળે. ગાંધીજીને ઘેર કદી ચોર જતો નહિ. કારણ કે તેમની પાસે કોઈ માલિકીની વસ્તુ નહોતી. તે સૌના હતા સૌ તેમના હતા. સત્ય, પ્રેમ અને ન્યાય તેમની પાસે હતાં. કોઈએ સાધુ બનવાની જરૂર નથી. મનને ઉદાર બનાવવાનું છે. સ્વાર્થ ઓછો કરીએ,
સાધુતાની પગદંડી
૧ ૩૭