________________
જાય એની બહુ નિસ્બત તેમને નહોતી. એમ સાધુ સંતોએ પણ બહુ ધ્યાન નથી આપ્યું. તેમણે તેમનો ધર્મ જોયો છે. કોઈવાર રાજય પાસે કામ કરાવવું હોય કે ધર્મપ્રચાર કરાવવો હોય તો જ રાજ પાસે ગયા છે.
બીજી બાજુ હિંદુસ્તાનનો ધર્મ ઉદાર રહ્યો છે, બહારનો કોઈપણ ધર્મ આવે તો તેને પચાવી લીધો છે. હા ! એટલું ખરું કે આવનારાઓએ ભારતની સંસ્કૃતિ પચાવી લેવી જોઈએ. આથી શક અને હૂણ કોણ છે ? તે આપણે જાણી શકતા નથી. અલબત્ત આદિવાસી ગણાતી પ્રજા જે જંગલમાં રહે છે તે થોડાં જુદાં રહ્યાં, પણ થોડા એક બન્યાં. મોગલો આવ્યા એ વસી ગયા. એટલું જ નહિ કન્યાઓ લીધી અને આપવા તૈયાર પણ થયા. પરંતુ તે જમાનામાં બે સ્થિતિ ઊભી હતી. મહાભારત કાળથી પિત્રાઈ, પિત્રાઈ લડી શકે છે. સાધુઓએ વ્યક્તિગત ઘણું કામ કર્યું પણ સંસ્થા તરીકે કોઈ નક્કર કામ કર્યું નહિ. એટલે જ્ઞાતિવાદ ફેલાયો. એક રીતે કહી શકાય કે ગામડાં, શહેરોની હાડમારીથી દૂર રહ્યાં. બીજી બાજુ રાજાઓ, સત્તા માટે ભાઈ ભાઈનું ખૂન કરવા તૈયાર થતા હતા. મોગલ બાદશાહોએ એકતા માટે પ્રયત્ન કર્યો. દિને ઇલાહી ધર્મ સ્થાપ્યો. પણ બહુ ટેકો ન મળ્યો. મરાઠાઓ વગેરે સામે પડ્યા. આ ઉપરથી મુસ્લિમ લીગનું અને મહારાષ્ટ્રના હિંદુઈઝમની વાતનો ખ્યાલ આવી જશે. તા. ૧૬-૬-૧૯૫૬ : પૂ. મુનિશ્રી નાનચંદ્રજી મહારાજનું આગમન
શિયાળ ગામે આગલી રાત્રે જાગીને ગામને શણગાર્યું. તોરણ, દરવાજા, સફાઈ વગેરે થયું. ઢોલ-તાંસા સ્વાગતમાં ન લાવવાં એવું સૂચન આવ્યું હતું. એથી લોકોનો કેટલોક ઉત્સાહ ઓછો થઈ ગયો. ભજનમંડળી સાથે ગામે સ્વાગત કર્યું. સંતબાલજી અને મારવાડીમુનિઓ વહેલી સવારે આગળ દૂર સુધી સ્વાગત માટે ગયા હતા. વાડીભાઈ જ. શેઠ અને તેમનું કુટુંબ આગલે દિવસે અમદાવાદથી આવી ગયું હતું. આગલી સાંજે ઘણો વરસાદ પડ્યો એટલે એમની મોટર મીઠાપુર ગુરુદર્શને ના જઈ શકી. ગુરુદેવને આવતાં પણ તકલીફ પડી. છતાં સમયસર આવી ગયા. લોકોએ ખૂબ પ્રેમથી સ્વાગત કર્યું. સૌનો ઉત્સાહ અપાર હતો. મુકામ બંગલે રાખ્યો હતો. નાનો પણ સુંદર મંડપ બાંધ્યો હતો અને કલાત્મક દરવાજો ઊભો કર્યો હતો. નાનચંદ્રજી મહારાજે પ્રવચન કરતાં જણાવ્યું કે.... ૨૪૪
સાધુતાની પગદંડી