________________
આપણે ત્યાં દારૂબંધી છે. એ નીતિ ઢીલી પડતી લાગે છે. એની આવકમાંથી કેળવણી-વિકાસ વગેરે થાય છે. એવી દલીલો આવી પણ બાપુએ કહ્યું કે, મારે એવી કેળવણી જોઈતી નથી. ભલે લોકો અભણ રહે ત્યારે કેટલાક રાજ્યો દલીલ કરે છે. એની આવક શા માટે છોડવી ? દારૂની આવકથી ઘણાં વિકાસનાં કાર્યો થઈ શકશે. વિરોધી પક્ષો તો દારૂની હિમાયત કરે જ છે. બાકીના વર્ગો જેમણે દારૂબંધી જોઈએ છે તે લોકો સંગઠિત નથી. આવી જ રીતે સામાજિક કામોનું છે. લોકોની જાગૃતિના અભાવે એ પ્રશ્નો થંભી ગયા છે. ગઈ કાલે રતુભાઈની સાથે વાતમાં તેમણે કહ્યું અમે કેટલાક યંત્રો કાઢી નાખવા માંગીએ છીએ. પણ મધ્યસ્થ સરકાર અટકાવે છે. આપણને લાગે છે કે અમેરિકન સાહેબ વિધાનસભામાં ક્યાંથી આવી ગયાં ? આંબેડકર તો નિમિત્ત હતા પણ વિધાનસભામાં બેઠેલા સૌ માનનારા હતા કે, વળતર આપ્યાં સિવાય કોઈની મિલકત લઈ શકાશે નહિ. ભેળસેળ કરે તેને કોઈ અટકાવી શકે નહિ. કોઈ પોતાની પત્નીને રંજાડતો હોય તો કોઈ ધર્મગુરુ અટકાવતો નથી. સમાજ પણ અટકાવતો નથી. કારણ કે વ્યક્તિ સ્વાતંત્ર્ય છે. આ દશામાંથી આપણે બહાર નીકળવાનું છે. એ કોણ કરી શકે ? માત્ર વાતોથી પતશે નહિ. મૂળભૂત સવાલ એ છે કે પૈસા અને સત્તાની પ્રતિષ્ઠા તૂટવી જોઈએ. અને ગુણની અને નીતિની પ્રતિષ્ઠા સ્થાપિત કરવી જોઈએ.
તા. ૨૮-૧૨-૧૯૫૪ થી ૫-૫-૧૯૫૫ સુધી મતલબ કે વેણાસરથી વલ્લભપુર સુધીની પ્રવાસ નોંધ સંતબાલજી મહારાજની કચ્છયાત્રા નામની વર્ષ બેની નંબર ૧, ૨ની પુસ્તિકામાં પ્રવાસમાં છપાઈ ગઈ છે. તેથી અહીં લખી નથી. જરૂર પડે તો કચ્છયાત્રા પુસ્તિકા જોઈ લેવી.
સને ૧૯૫૫
તા. ૬, ૭-૫-૧૯૫૫ : વલ્લભપુર
દાભુંડાથી નીકળી વલ્લભપુર આવ્યા. અંતર છ માઈલ હશે. ઉતારો છાત્રાલયમાં રાખ્યો હતો. અહીં તા. ૭મીએ કાર્યકરોનું મોટું સંમેલન રાખ્યું હતું. તેમાં મહારાજશ્રીએ જણાવ્યું કે, કોંગ્રેસ અને રચનાત્મક કાર્યકરોને હું
૧૨૨
સાધુતાની પગદંડી