________________
પંચાયતે ભૂલ કરી તો ઠરાવ કરી નોંધ લે કે ફરી આવું ના કરે. આ પછી બે ભાઈઓ મહારાજશ્રી પાસે માફી માંગવા આવી ગયા. પેલા હરિજન કાર્યકર્તા પણ લાઠીથી આવીને શ્રમા માગી ગયાં. મહારાજશ્રીએ કહ્યું કે, આપણે તો સમાજમાં ન્યાય ઊભો કરવો છે. રૂપિયાથી ન્યાય ના મળે. તા. ૧૧-૧૨-૧૯૫૩ : ચીતલ
શેડુભારથી નીકળી ચીતલ આવ્યા. અંતર ત્રણ માઈલ. ઉતારો ધર્મશાળામાં રાખ્યો હતો. બપોરના ખેડૂતો સાથે ચર્ચા કરી હતી. બીજે દિવસે ગામમાં મ્યુનિસિપાલિટીની જૂની ઓફિસમાં આવ્યા. રાત્રે આઝાદ ચોકમાં જાહેરસભા રાખી હતી. અહીં ૧૦૩ વીઘા રે ગુંઠા જમીન ભૂદાનમાં મળી હતી. આ ગામમાં મ્યુનિસિપાલિટી અને વેપારીઓમાં માંહોમાંહે વિરોધ ઘણો જણાયો. દામોદરભાઈ મૂલચંદ મ્યુનિસિપાલિટીને ચોખ્ખા માણસ છે. પણ સ્વભાવને કારણે નગ્ન સત્ય સંભળાવવા માટે આ વિરોધ જાગ્યો છે. મહારાજશ્રીએ વેપારીઓને બોલાવ્યા હતાં. તેમને કહ્યું કે, આગળ પાછળનું સંભારવાનું નથી. પણ સૌ પોતપોતાનાં દોષ જાહેર કરે. અને એ સુધારે. પાછળથી કોઈનું વાંકું ન બોલે. અને અરસપરસ દીર્ધદષ્ટિ રાખીને ચાલે.
સવારના નિશાળમાં ત્રણે શાળાના વિદ્યાર્થીઓ સમક્ષ પ્રવચન રાખ્યું હતું. તા. ૧૩-૧ર-૧૯૫૩ : દેવળિયા
ચીતલથી નીકળી દેવળિયા આવ્યા. અંતર દશ માઈલ. ઉતારો નિશાળમાં રાખ્યો હતો. અહીં ના વીઘા જમીન ભૂદાન મળ્યું. તા. ૧૪-૧૨-૧૯૫૩ લાઠી
દેવળિયાથી નીકળી લાઠી આવ્યા. અંતર છ માઈલ ઉતારો સંન્યાસ આશ્રમમાં રાખ્યો. બપોરના ૩ થી ૩-૪૫ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓની સભા થઈ. ૪ થી ૫ હરિજનવાસમાં મુલાકાત લીધી. ભાવનગરથી દેવેન્દ્રભાઈ આવ્યા હતા. લાઠીનું ભૂદાન : દેવેન્દ્રભાઈના હાથે ૨૦૦ વીઘા આશોદર ગામ, ૩૮ વિધા સુરધાર અને ૩૧ વીઘા લુહારીયા તથા પર રૂપિયા સંપત્તિદાનમાં મળ્યા. પ૬ હરિજન મજૂરોએ એક દિવસની મજૂરી આપી.
૧૪
સાધુતાની પગદંડી