________________
તા. ૧૬, ૧૭, ૧૮-૫-૧૯૫૬ : તગડી
અણીયાળીથી તગડી આવ્યા. અંતર ચાર માઈલ હશે. અહીં કુરેશીભાઈના પ્રમુખપણા નીચે ચુંવાળિયા પરિષદ ભરાઈ હતી. પચાસેક ગામના લોકો
આવ્યા હતા.
તા. ૧૯, ૨૦-૫-૧૯૫૬ : ગુંજાર
તગડીથી ગુંજાર આવ્યા. અંતર ચાર માઈલ હશે.
તા. ૨૧,૨૨-૫-૧૯૫૬ : ભાસણા
ગુંજારથી નીકળી ભાસણા આવ્યા. અંતર ચાર માઈલ હશે. ઉતારો નિશાળમાં રાખ્યો. ગામ લોકોએ સ્વાગત કર્યું. અહીં એક હવાડો ભરવા સંબંધી ઝઘડો હતો. તે સારી રીતે પતી ગયો.
તા. ૨૩-૫-૧૯૫૬ : ઝાંઝરા
ભાસણાથી નીકળી ઝાંઝરકા આવ્યા. અંતર ચાર માઈલ હશે. ઉતારો નિશાળમાં રાખ્યો હતો. અહીં હિરજનોનું મોટું યાત્રાસ્થળ છે. મંદિરની જગ્યા છે. લાલજી મહારાજ વહીવટ કરે છે. તેઓ રાષ્ટ્રીય વિચારના છે. તા. ૨૪-૫-૧૯૫૬ : નાનાત્રાડિયા
ઝાંઝરકાથી નીકળી નાનાત્રાડિયા આવ્યા. અંતર સાડાત્રણ માઈલ હશે. ઉતારો મંદિરમાં રાખ્યો હતો. રાત્રે સભા થઈ હતી.
તા. ૨૫, ૨૬-૫-૧૯૫૬ : મોટા ત્રાડિયા
નાના ત્રાડિયાથી મોટા ત્રાડિયા આવ્યા. અંતર બે માઈલ હશે. ઉતારો એક દરબારના મકાનમાં રાખ્યો હતો. ગામે વાજતેગાજતે સ્વાગત કર્યું.
સાંજના હિરજનવાસમાં જઈ આવ્યા. તેમને સહકારી મંડળી કરવાથી જમીન મળી છે. કોળીઓ અને તેમને ઝઘડો થયેલો. તે બાબત ગામ લોકોને મહારાજશ્રીએ ઠપકો આપ્યો કે હિરજનોને મારવા એ ભયંકર ગુનો છે.
અહીં સૌરાષ્ટ્રના વલ્લભીપુર મહાલનાં મેલાણાં ગામના બે ખેડૂતો તેમની જમીન બાબતના પ્રશ્ન અંગે મહારાજશ્રીને મળવા ઠેઠ ત્યાંથી અહીં આવ્યા હતા. તેમણે કહ્યું, અંગ્રેજીમાં ચુકાદો કોર્ટ આપે છે તેથી ખેડૂતોને ભારે હાલાકી થાય છે. ફેંસલો આપનાર અને સાંભળનાર ગુજરાતી હોય છે. સાધુતાની પગદંડી
૨૩૭