________________
તા. ૨૫-૯-૧૯૫૬ : નવલભાઈ તેમના પિતાજી સાથે મળવા આવ્યા. દ્વિભાષી અંગે નાટક લખેલ તે લાવ્યા હતા.
તા. ૨૮-૯-૧૯૫૬ : અમદાવાદના દ્વિભાષી પ્રશ્ને પં. નેહરુની જાહેરસભાના સમાંતર સભા ગોઠવી મહારાજશ્રીએ ૭૫ કલાકના ઉપવાસ પ્રાયશ્ચિત્ત તરીકે શરૂ કર્યા. તા. ૩૦-૯-૧૯૫૬ : ગુજરાત ગોપાલક મંડળની સભા, રાજકારણથી પર રહેવા અંગે સમજૂતી.
તા. ૨-૧૦-૧૯૫૬ઃ મણિભાઈને અમદાવાદ મોકલ્યા. ભાલના પ્રતિનિધિ મંડળને ૧૦ મિનિટની મુલાકાત પં. નહેરુજીએ આપી. તા. ૧૧-૧૦-૧૯૫૬ : દ્વિભાષી આંદોલનમાં કોઈ બીજો અવાજ કાઢી શકે તેવી સ્થિતિ નહોતી તેથી આજથી રોજ ગ્રામ ખેડૂતોની ટુકડીઓ મોકલવી શરૂ કરી. પ્રથમ ટુકડી ભલગામડાના ભીમજીભાઈની આગેવાની નીચે ગઈ.
તા. ૧૨ ભલગામડા, તા. ૧૩ ઉમરગઢ, તા. ૧૪ ધંધુકા તાલુકાના વિવિધ વિભાગના, તા. ૧૫ ખાંભડા અને સારંગપુર વિભાગ, આ ટુકડીને ઘણું સહન કરવું પડ્યું. તા. ૧૬ આકરુની ટુકડી, તા. ૧૭મી ખડોલ, તા. ૧૮ રાયકા અને હિરપરાની ટુકડી, તા. ૧૯મી ખસતાની ટુકડી, તા. ૨૦ ખસતાની ટુકડી, તા. ૨૧મી ગૂંદીની ટુકડી, તા. ૨૨મી કોઠની ટુકડી, તા. ૨૩ કોચરિયાની ટુકડી, તા. ૨૪મી મણિભાઈની આગેવાની નીચે ગ્રામટુકડી, તા. ૨૫મી પૂર્ણાહૂતિને દિવસે ૧૧૧૧ ખેડૂત જવાના હતા, પણ શહેરીજનો ઉશ્કેરાય નહીં તેથી ૨૦ જણની ટુકડી ગઈ.
તા. ૧૩-૧૧-૧૯૫૬ : સંઘની બેઠક - વહીવટી કામો
તા. ૧૫-૧૧-૧૯૫૬ : સારંગપુરના પ્રશ્નની ચર્ચા.
તા. ૧૬-૧૧-૧૯૫૬ : વિરમગામ ફાર્મવાળા શ્રી શિવાભાઈ જે. પટેલ મળવા આવ્યા.
તા. ૧૭-૧૧-૧૯૫૬ : સાધ્ય-સાધન અને શુદ્ધિ અંગેના વિચારો.
તા. ૧૭-૧૧-૧૯૫૬ : અહીંના પ્રખ્યાત વૌઠાના મેળામાં મણિભાઈ-મીરાંબહેન તથા કપિલાબહેન સાથે જઈ આવ્યાં.
૨૮