________________
હોય. એટલે આપણે ત્યાં કહેવાય છે ગુરુદત્તાત્રેય પશુપંખી, કૂતરા વગેરેને ગુરુ બનાવી તેમાંથી જ્ઞાન લીધું. ઝાડમાંથી પણ લેવા જેવું છે. શેક્સપિયરે સુંદર વાત કરી છે તે કહે છે, ઝાડ બોલે છે. છાયા નીચે ઊભા રહો ત્યારે તે કહે છે તમે પણ બીજાને છાયા આપો. આંબાને પથ્થર મારો તો ફળ આપે. આપણને કોઈ પથ્થર મારે તો શું કરીએ ? શક્તિ ના હોય તો વાણીના પાણાં મારીએ. આપણે આ બધું શીખવાનું છે. સહકારમાં ચાર વાતો ધ્યાન રાખવાની છે. સામાના દોષ ન જોવા, ગુણ જોવા. હંસ દૂધપાણીના મિશ્રણમાંથી દૂધને ગ્રહણ કરે છે. આપણા મિશ્રણમાંથી આપણે શું લઈશું ? સુંદર જમણ જમી આવીએ, પણ પછી બોલીએ મીઠું થોડું ઓછું હતું, થોડું વધારે હતું, ફલાણાભાઈ બોલ્યા, બહુ સારું પણ વ્યાકરણ બરાબર નહિ. ગાતા ના આવડતું હોય પણ સુંદર ગવૈયો ગીત ગાય તો તેની ભૂલ કાઢીએ.
સામાન્ય રીતે પરીક્ષક થવું સહેલું છે. પરીક્ષા આપવી અઘરી છે. શ્રીકૃષ્ણ વાસુદેવનો પ્રસંગ છે. કૂતરું કરેલું પડેલું, લોકો મોઢે હાથ દઈને ચાલ્યાં જાય, પણ તેમણે તાકીતાકીને એ જોયું. લોકોએ પૂછ્યું ત્યારે બોલ્યા, હું એના દાંતની શોભા કેવી સુંદર છે એ જોતો હતો. જગતમાં કોઈ વસ્તુ નકામી નથી. જે વસ્તુ નકામી છે તે ઉત્પન્ન થતી નથી. “નાસતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે યથા.' દોષ જોવાઈ તો જાય, પણ શ્રદ્ધા ગુણ ઉપર રાખવી. દોષ જોવાથી દુ:ખ થવું જોઈએ. ત્રીજી વાત આચરણની છે. એને હું સંયમ કહું છું. મનની સહનશીલતા કેળવવી અને સગુણનો વિકાસ કરવો. પણ નાનામોટા લીટાને સરખા કરવા. મોટાને કાપવો નહિ પણ નાનાને વધારવો. આ નાનાને વધારવાની ક્રિયા આપણે આપણા દરેક પ્રસંગે કરવાની છે.
છેલ્લી વાત સાદાઈની છે. જરૂરિયાત વધશે તો ગુણો હશે તો પણ દોષ પેસી જશે. પાપ, અધર્મ વધશે. છેલ્લી વાત બે જૂથોને સાંધવાની વાત. એકે હાઈડ્રોજન બનાવ્યો, બીજાએ નાઈટ્રોજન બનાવ્યો. આપણે ઓક્સિજન વાપરવો પડશે. જે વાત દેશને લાગુ પડે છે. એ જ વાત વિદ્યાર્થી મંડળોને પણ લાગુ પડે છે. બે જૂથો પાડવા, ના પાડવા છતાં કદી પડી જાય તો ત્રીજું એક જૂથ એવું ઊભું થવું જોઈએ કે જે બંનેને સાંધી શકે. એનું સાધુતાની પગદંડી
૭૫