________________
શક્તિ હતી. પણ તપશ્ચર્યા દ્વારા સામાના દિલને ઢંઢોળવું એ જ ખરી માનવતા છે. મોહનભાઈની યાદી આપીને હું કહેવા માગું છું કે ફળ ખાટું લાગે, કડવું લાગે, નથી ગમતું કહેવાનો અધિકાર છે, પણ લાંબી દૃષ્ટિએ જોના૨ વિરલ વ્યક્તિ સાચવીને ચાલવું સમજી શકે છે.
‘ગઢડા સ્વામીનારાયણનું' એ રીતે ઓળખાય છે. તેમના પુણ્ય સ્મરણો અહીં ઘણાં છે. મંદિરો બનશે પણ એમાં રહેલો પ્રાણ શું છે તે પ્રશ્ન આપણી સામે ખડો થાય છે. કુમારિયાં અહીં આવ્યા પણ મોહનભાઈની આંખ બધે પહોંચતી હતી. ઢેબરભાઈએ કહ્યું, મોહનભાઈ જતાં જૂનો મહાજન ચાલ્યો જાય છે. કહેવાના મહાજન નહિ પણ સાચા મહાજનની તેઓ યાદી રૂપ હતા. દવાખાનું હોય, કે નિશાળ હોય, રાજા કે પ્રજા વચ્ચે ઝઘડા આવે ત્યારે મોહનભાઈ તેનો ઉકેલ લાવવામાં અગ્રણી હોય. ભગવાન બુદ્ધ પાસે એક ભૂખ્યો માણસ આવ્યો. પૂછ્યું કેમ આવ્યો ? ખાધું છે ખરું ભૂખ્યો હતો તેથી પહેલો ઉપદેશ તેમણે જમી લેવાનો આપ્યો. ધર્મ ધાર્મિકો વગર વિસ્તરતો નથી. આ વાત નવા યુગને બંધ બેસતાં કરવી પડશે. જૂનાં મૂલ્યો ચાલ્યા જાય છે નવા મૂલ્યો સ્થાપિત થાય છે.ગ્રામોદ્યોગ સ્થપાય છે, પણ વખત શી રીતે થશે ?
આજે યંત્રો આવવાથી યંત્રનો માલ સુંદર અને સસ્તો મળે એટલે લોકો લલચાય એ સ્વાભાવિક છે. સરકાર કારખાનાં બંધ કરે તે અશક્ય છે ત્યારે શું કરવું એ કોયડો છે. વિનોબાજીએ એ વાત મૂકી. સત્તા જનતાનાં અંતરમાં પડી છે. જે દિવસે જનતા કહેશે, આ નહિ જોઈએ. ત્યારે સરકાર તેને આધિન થઈ જશે. એટલે વિનોબાજીએ ભૂમિદાન પ્રશ્ન લીધો છે. આ કોઈ વેપારી, મજૂર કે ખેડૂતનો સવાલ નથી. માણસ માત્રને રોટલો મળે અને ધર્મની રીતે મળે, આટલા માટે અમારા જેવાઓ ટેકો આપે છે. કોઈપણ પ્રશ્ન કે ધર્મની વાતમાં ભૂખ્યો છેકે નહિ એ નહિ જોવા મળે તો ધર્મ ટકશે નહિ, જમીન કોઈ લઈ જવાનું નથી. માત્ર મમતાનો ખૂણો કાપવાની વાત છે. લાવ, લાવનો નાદ હશે ત્યાં સુધી કોઈનો ઉદ્ધાર થવાનો નથી. મુડિયાબાબાની ઇલમની લાકડી હતી તે ફેરવે એટલે દૂધપાક કદી ખૂટે નહિ. એ લાકડી કઈ ? ત્યાગની લાકડી એ અદ્ભુત છે. ત્યાગ આવશે તો રામરાજ્ય આવશે. પણ લાવ લાવ આવશે તો રામ રાજ્યની વાત તૂટી સાધુતાની પગદંડી
૧૦૪