________________
તા. ૨૨,૨૩-૧૧-૧૯૫૪ : ગઢડા
ચિરોડાથી ગઢડા આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો તાલુકા શાળામાં રાખ્યો. અમારી સાથે કાકાસાહેબ જે મોટા તાલુકદાર છે તેઓ અને બીજા ભાઈઓ સાથે આવ્યા હતા. અમે સમય કરતાં થોડા વહેલા આવ્યા હતા. એટલે નદી કિનારે થોડીવાર રોકાયા. પછી ગામ લોકોએ વાજતેગાજતે સ્વાગત કર્યું. મહારાજશ્રીએ પ્રાસંગિકમાં કહ્યું કે, લગભગ ૧૧ વરસ પછી અહીં આવવાનું થાય છે. ફળ જ્યારે પડી જાય ત્યારે તેનો રંગ અને રસ ફરી જાય છે. લીંબડાની લીંબોળી કડવી હોય પણ પાક્યા પછી મીઠી થઈ જાય છે. કેરી કાચી હોય છે ત્યાં સુધી ખાટી હોય છે અને પાકી થાય ત્યારે મધુર થઈ જાય છે. એમ કેટલાંક મૂલ્યોની કિંમત તેનો સમય પાકે ત્યારે જ અંકાય છે. કાચા ફળોની કદર તો તેનો પરીક્ષક જ કરી શકે, અથવા અમુક જ વ્યક્તિ કરી શકે છે. ગઢડામાં આવાં જૂનાં સ્મરણો તાજા થવાથી સૌથી પહેલાં મોહનભાઈનું સ્મરણ તાજું થાય છે. તમે એમને ભૂલ્યાં નથી, અને ભૂલવા માગતા નથી. એમનો વારસો સાચવી રાખવાનો છે. કહેવાય છે કે આ દેશના લોકો માણસના મૃત્યુ પછી એના મડદાની પૂજા કરે છે, પણ ખરેખર માણસ મૃત્યુના છેડા સુધી ઈમાનદારીથી જીવશે, એની ખાતરી હોતી નથી. ભારતના લોકો એ વાત સમજે છે એ લોકો જીવતાંની કદર નથી કરતાં એમ નહિ પણ એ ચકાસણી કરે છે. પ્રલોભનો સામે બહુ વિરલ માનવીઓ ટકી શકે છે. આ દેશ માત્ર વ્યક્તિ પૂજક ન રહે એ કાળજી રાખવાની પણ જરૂર છે. ગાંધીજીએ પોતાના જીવતાં કદી સાંપ્રદાયિકતા સ્થાપવા ન દીધી. કિશોરલાલભાઈએ એમના મૃત્યુ બાદ લખ્યું, ચાખડી કે લાકડી એમનાં સ્મારક નથી, સત્ય અને અહિંસા એ એમના સ્મારક છે.' મોહનભાઈએ પોતાના કુટુંબને સાથે રાખ્યું અને બીજું વિશાળ કુટુંબ બનાવ્યું. તે એમનું સાચું સ્મારક છે. આપણા કોઈ એક ગામના કે કોઈના કે દેશના નથી. પણ જગતના સૌના એક છીએ. આ વાત આપણા પૂર્વજોએ ઋષિમુનિઓને કરી છે. અગિયાર વરસ પહેલાં મોહનભાઈએ આ વાત કરી હતી તે સ્મરણ ભુલાતું નથી. મારા ગઢડાનું સારું કેમ થાય ? મારા ભાઈઓ જે વાત ન સમજે, તે વાત પરાણે ન લાધું. એ એમની અંતરની ભાવના હતી. તેઓ ઉગ્ર થઈને ઘણું કરી શકત એવી એમની સાધુતાની પગદંડી
૧૦૩