________________
ગેસ્ટહાઉસમાં રાખ્યો હતો. રાત્રે લાઠીથી કેટલાક ભાઈઓ મળવા આવ્યા હતા. તા. ૧૨-૧૧-૧૯૫૪ ઃ જાળિયા
ઢસાથી જાળિયા આવ્યા. અંતર સાડા છ માઈલ. ઉતારો મંદિરમાં રાખ્યો. ગામે ભજનમંડળી સાથે સ્વાગત કર્યું. મહારાજશ્રીએ પ્રાસંગિક કહ્યું. તા. ૧૨-૧૧-૧૯૫૪ : રંગોળા
જાળિયાથી ૩-૦૦ વાગ્યે નીકળી રંગોળા આવ્યા. અંતર છ માઈલ. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો હતો. રાત્રે પ્રાર્થના પછી સભા રાખી નહોતી. તા. ૧૩-૧૧-૧૯૫૪ : સણોસરા
રંગોળાથી સણોસરા આવ્યા. અંતર આઠ માઈલ. ઉતારો ગૌશાળામાં રાખ્યો હતો. અહીં અખિલ ભારત નઈ તાલીમ સંઘનું સંમેલન ભરાયું હતું. તેમાં હાજરી આપવા અમે સૌ ચાતુર્માસ પૂરું થયા પછી બહુ ઝડપે અહીં આવી ગયા. રાષ્ટ્રપતિ આવવાના હતા એટલે રસ્તે લોકોના ટોળેટોળાં આવતાં હતાં. છોટુભાઈ વ્યવસ્થા માટે આગળથી આવી ગયા હતા. કુંડલાના અને બીજા કાર્યકરોએ સામે આવી સ્વાગત કર્યું.
અમોને સન્માનિત અતિથિના પાસ મળ્યા હતા. ભોજન પાસ પણ મળ્યા હતા. બપોરના રાષ્ટ્રપતિ આવવાના હતા. મહારાજશ્રી થોડા વહેલા જઈને બેઠા. ત્યાં પંડિત સુખલાલજી સાથે થોડી વાતો કરી. પરમાનંદ કાપડિયા પણ મળ્યા અને બીજા ઘણાં કાર્યકરો મળ્યા. મહારાજશ્રી પ્રધાનો અને મુખ્ય આગેવાનોના બ્લોકમાં બેઠા હતા. રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ મહારાજશ્રીએ હાજરી આપી હતી. તા. ૧૪-૧૧-૧૯૫૪ :
સવારમાં કાકાસાહેબ કાલેલકર મળવા આવ્યા. તેમણે પ્રથમ તો મહારાજશ્રીને આગ્રહ કર્યો કે આપે ચાલવાના નિયમની મર્યાદા હવે ન રાખવી જોઈએ. પ્રસંગ પડે તો વાહનનો ઉપયોગ કરવો જોઈએ. બહારનો પ્રચાર પણ જરૂરી છે. વિનોબાજીને પણ મેં આગ્રહ કરેલો કે, પગે ચાલો પણ નિયમ ન કરશો. દવા માટે પણ મેં કહેલું કે જેણે સેવાધર્મ સ્વીકાર્યો
સાધુતાની પગદંડી