________________
સુખર ગામે થોડું રોકાયા હતા. ગામ નાનું છે. રબારી અને વાઘરીનાં થોડાં ઘર છે. તા. ૭-૧૨-૧૫૪ : ધાંધલપુર
ગઢેચીથી નીકળી ધાંધલપુર આવ્યા. અંતર નવ માઈલ હશે. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો હતો. ગામલોકોને અમે સુખપરથી આવવાના છીએ એવો ખ્યાલ અપાયેલો જયારે અમે ગઢેચીથી આવ્યા. એટલે લોકો સ્વાગત માટે વહેલા સામે જઈ આવેલા. રસ્તો અમારાથી અજાણ્યો અને ડુંગરાળ હતો એટલે માર્ગમાં ભૂલાં પડ્યાં. અડધો એક કલાક રખડપટ્ટી કરીને મૂળ રસ્તે પાછા આવ્યા. માઈલો સુધી કોઈ માણસ નજરે દેખાતું નહોતું એટલે પૂછવું પણ કોને ? છેવટે ગામ નજીક રબારી મળ્યા. અડાળા ગામ હતું. (માત્ર ભરવાડ રહે છે) અમે ૭-૩૦ વાગ્યાના નીકળેલા ૧૧-૩૦ વાગ્યે ધાંધલપુર આવ્યા.
મીરાંબહેનને ગઈ કાલે અગિયારસ હતી. સગવડ ખાતર અમે સાંજે બીજું ગામ કર્યું. એટલે ચીડાયાં હતાં. એટલે રાત્રે કંઈ ન લીધું. અને સવારમાં વધારે ચાલવું પડ્યું. માઈલેજ વધ્યાં. મહારાજશ્રીનો સમયસર પહોંચવાનો આગ્રહ એટલે વચ્ચે રોકાવાય તેમ નહોતું. કાર્યક્રમ નક્કી કરતી વખતે સાત માઈલનું અંતર લખાવેલું અને નીવડ્યું સાડા અગિયાર માઈલ. એટલે મીરાંબહેન વધારે ચીડાયાં હતાં. ખૂબ થાક્યાં હતાં. આખો દિવસ ભોજન ના લીધું. એટલે મહારાજશ્રીએ પણ ભોજન છોડી દીધું. કારણ કે તેઓને તો હરેકનું ઘડતર કરવું છે ને ? મીરાંબહેનને રસ્તે કાંટો વાગ્યો હતો, રસ્તો ખરાબ હતો. આમ તો ચંપ્પલ પાસે હતા પણ ચીડમાં ના પહેર્યા. કાંટો નીકળી ગયો હતો. પણ ઘોચ રહી ગઈ એટલે મુકામે આવ્યા પછી વધારે નડ્યો.
આ બાજું કાઠીભાઈઓનું જોર વધારે છે. સભામાં મહારાજશ્રીએ સહજ દોંગાઈ વિશે ઘણું કહ્યું, લોકો બીવે છે ત્યાં સુધી જ બીવડાવનાર હોય છે. હવે તલવારો કે બંદૂકોનો જમાનો ગયો. અરે બોમ્બ પણ ગયા. જ્યારે વિચાર જાગે છે ત્યારે બધું નકામું છે. રાજા ગયા, જમીનદારી ગઈ, હવે તો માત્ર હુંકારો કરવાની જ જરૂર છે. બે માણસને કદિ ભૂત દેખાતું નથી
સાધુતાની પગદંડી
૧૧૩