________________
વખત આપી શકતા નથી. હવે આપણે ગામડાં અને તેના ઉદ્યોગો તરફ ધ્યાન આપ્યા સિવાય ચાલવાનું નથી.
ત્યારબાદ પ્રાયોગિક સંઘના મંત્રી તરીકે શ્રી છોટુભાઈ મહેતાએ ભાલ નળકાંઠાની પ્રવૃત્તિઓનો ખ્યાલ આપ્યો હતો.
પ્રતાપભાઈ પંડ્યાએ ગામનો ખ્યાલ આપ્યો અને સંદેશા વાચન કર્યું તેમાં રતુભાઈ અદાણી, જાદવજી મોદી, લેલેજી, મગનભાઈ દેસાઈ, નારાયણ દેસાઈ, પ્રભુદાસ પટવારી વગેરેના હતા.
વૈકુઠભાઈએ જણાવ્યું કે આજ આપ સૌ સર્વોદય મેળા નિમિત્તે એકઠાં થયાં છો. અને એ મેળામાં જોડાવા મને નિમંત્રણ આપી અહીં તેડ્યો. તે મારા પર મોટો ઉપકાર થયો એમ માનું છું. આપે મારો અને મારા સાથીઓનો જે ભાવભીનો સત્કાર કર્યો, સ્વાગત કર્યું તેવો સત્કાર અને સ્વાગત કદી અનુભવ્યાં નહિ હોવાને કારણે જિંદગીભર ભૂલીશ નહિ. આવા સત્કાર માટે મારી કે સાથીઓની લાયકાત નથી પરંતુ હું માનું છું કે આ પ્રજામાં જે જાગૃતિ છે અને જાગૃતિ થયા પછી આગેકૂચ કરવી છે. એવા પ્રસંગે અમે આ પ્રગતિના સાધન બની રહ્યા છીએ. એ સાધનને માન આપ્યું છે. એમ માની લઉં છું. એમ છતાં વ્યક્તિગત રીતે આ પ્રદેશનો અને લોકોનો આભાર માનું એટલો ઓછો છે. આ પ્રદેશમાં પહેલીવાર નથી આવતો. છ અઠવાડિયા પહેલાં આ પ્રદેશમાં સર્વોદય યોજના ચાલે છે તેના નિરીક્ષણ અર્થે આવવાનું થયું હતું. અને જે કંઈ કામ ચાલે છે તે જોવાનો મને અવસર મળ્યો હતો. આ પ્રદેશ અજાણ છે પણ પૂજ્યમુનિશ્રી સંતબાલજી થોડા સમયને માટે આ પ્રદેશમાં વસ્યા અને એમની પ્રેરણાને આધારે લોકકલ્યાણના અને લોકોપયોગી કામ શરૂ થયાં. એ દૂર બેઠાં કંઈક ખ્યાલમાં આવ્યાં હતાં. અને તે પાયાનો ખ્યાલ આવ્યો હશે અને ખ્યાલ આવ્યા પછી કાર્યકરોએ પ્રવૃત્તિને આગળ વધારવા માટે મને બોલાવે ત્યારે પ્રેરણા આપવા માટે મદદગાર થવા માટે મને આમંત્રણ આપવામાં આવ્યું. ત્યારે સંકોચ વગર મેં તે સ્વીકાર્યું.
આજે પરિશ્રમાલયની ઈમારત તૈયાર થયેલી જુઓ છો તેને વિધિસર આપના દેખતાં ખુલ્લી મૂકી છે. આ ઇમારત શા માટે બાંધવામાં આવી ? એ ઇમારતમાં કઈ પ્રવૃત્તિઓ ચાલશે. એ જાણવા હું ઉત્સુક છું. તેના કરતાં ૨૧૦
સાધુતાની પગદંડી