________________
પ્રાર્થના કરાવે છે. પ્રાર્થના પછી મહારાજશ્રીએ પ્રાસંગિક કહ્યું, ઘણા વરસ પછી આશ્રમ આવવાનું બન્યું છે. પ્રાર્થનાની સાથે સાથે બાપુની યાદ આવ્યા વગર રહેતી નથી. સ્વરાજ્ય આવ્યા પછી બાપુજી આશ્રમમાં પધારશે એવી આશા હતી. ચૌદ વરસ વનવાસ પછી રામ અયોધ્યા ગયા હશે ત્યારે અયોધ્યાવાસીઓને કેટલો આનંદ આવ્યો હશે !
સ્વરાજ્ય પછી પણ બાપુ આશ્રમમાં ન આવ્યા. પણ નોઆખલી ગયા. સત્ય જ્યારે આશ્રમ બને છે ત્યારે આખું વિશ્વ આશ્રમમય બની જાય છે. બાપુને લોકો કેમ યાદ કરે છે. જેમ ત્રિવેણીસંગમમાં માણસ સ્નાન કરી પાવન બને, તેમ બાપુની ત્રિવેણીમાં નાહીને આપણે પવિત્ર બનીએ. ભગવાનને યાદ કરીએ, તેની સાથોસાથ બુદ્ધિના પડને સાફ કરીએ, બુદ્ધિની સાથે કર્મને જોડવું. તેમણે ઝાડુ આપ્યું, રેંટિયો આપ્યો, કેળવણી આપી. તમે બધાં સુંદર પ્રાર્થના કરો છો તે પ્રસંગે કેટલી જમાવટ થાય છે. વાતાવરણ પ્રાર્થનામય બની જાય છે. તે વખતે તમો બાપુને પણ યાદ કરતાં હશો. તો વધુ આનંદ આવશે. હમણા હમણા આપણી તીવ્ર કસોટી થઈ રહી છે. એક બાજુ બાપુની કસોટી છે. બાપુએ આમ કર્યું, તેમ કરવું હતું. પણ આચરણ વિના એ શી રીતે અનુભવી શકાય ? એટલે આશ્રમવાસીઓએ અને તમારે એવો નમૂનો મૂકવાનો છે કે એમાંથી બાપુ જોવા મળ્યા કરે. પોરબંદરમાં લોકો જાય છે ખરા, પણ મકાનમાં તો શું જોવાનું હોય ! ત્રિવેણી સંગમનું કામ ચાલે કર્મ, સબુદ્ધિ અને જ્ઞાન ઊભાં થાય. અહીંથી લોકો તમારી મારફતે ગાંધીજીની પ્રેરણા લઈ જશે. તમો અહીંથી જુદા પડશો ત્યાં ગયા પછી ધંધામાં પડી જશો. પણ અહીંનું ભાથું ભૂલશો નહિ. જો ભૂલશો તો લોકો કહેશે, બાપુના વારસો આવા હશે ? બાપુ હતા ત્યાં સુધી તેઓ કદી આશ્રમ ભૂલ્યા નહોતા. એ યાદ આપણે તાજી રાખવાની છે. તેમની પાછળ રુદન કરવાનું નથી. પણ તેમની ચેતના ફેલાવવાની છે એને જ ફેલાવવાની છે. આપણામાં પણ અભિમાન અને નિરાશા હશે કંઈક આવરણ હશે ત્યારે એ ચેતના તરફ જોઈએ. ભૂલોથી પાછા ફરીએ અને ચેતનાનો પ્રકાશ બીજે ફેલાવીએ.
ઘણા લોકો કહે છે પ્રગતિ અને વિકાસ માટે મોટી મોટી સડકો જોઈએ, યંત્રો જોઈએ, મોટી મોટી કૉલેજો જોઈએ. તમારી નઈતાલીમ ત્યાં નહિ ૧૫૦
સાધુતાની પગદંડી