________________
ઝૂંપડી બાંધવા માટે પણ જગ્યા મળતી નથી. એક બાજુ ધનના ભંડાર છે બીજી બાજુ ખાવા નથી. સ્વરાજય આવ્યાને આઠ વરસ થયાં, છતાં આ સ્થિતિ છે તે કેમ ચાલશે ? ધીમે ધીમે થશે એ વાત કેમ ચાલશે ? જોરથી કદમ ઊઠાવવાં પડશે.
વિદ્યાપીઠથી અમે મોરારજી પડિયાજીનો નવો બંગલો બંધાય છે ત્યાં થોડું રોકાયાં. પડિયાજીએ નાનો સરખો સમારંભ યોજાયો હતો. મહારાજશ્રીએ ટૂંકું પ્રવચન કર્યું હતું. ત્યાંથી નવરંગપુરામાં ચીમનલાલ મોદીને બંગલે ગયા. તેમના કુટુંબને મળ્યા. મહારાજશ્રીએ ટૂંકું પ્રાસંગિક કહ્યું. આજુબાજુના ઘણાં ભાઈબહેનો આવ્યાં હતાં. એટલે ફરી પણ ટૂંકું પ્રવચન કર્યું હતું.
જાહેરસભા
(કોંગ્રેસ હાઉસ પાછળનું મેદાન) પૂ. મુનિશ્રીએ પગપાળા પ્રવાસ કરી, અમદાવાદ શહેરમાં પ્રવેશ કર્યો. તેમના વિચારો આપણે વારંવાર વાંચીએ છીએ. તે ઉપરથી તેઓ કેટલી ઉચ્ચ નૈતિકશક્તિ ધરાવે છે તેનો ખ્યાલ આવે છે. હિંદુસ્તાનમાં સાધુઓ છે, તેઓ સામાજિક બાબતોથી અલગ રહે છે. તેવા તેઓ નથી. પણ જનકલ્યાણ અંગે, સમાજ પરિવર્તન અંગે, એ બધામાં રસ ધરાવે છે. એટલું જ નહિ, આજે જે વ્યવસ્થા છે તેમાંથી સમાજવાદી સમાજરચના માટે તેઓ ગામડે ગામડે ફરી પ્રયત્ન કરી રહ્યા છે. તે આનંદની વાત છે. તેમણે આ મિટિંગનું આમંત્રણ સ્વીકાર્યું છે તે બદલ અમદાવાદ શહેર વતી હું આભાર માનું છું અને સ્વાગત કરું છું. (આંટી પહેરાવે છે.) મહારાજશ્રીનું પ્રવચન : બહેનો તથા કાર્યકર્તા ભાઈઓ.
અમદાવાદમાં લગભગ પાંચ વરસને અંતરે આવ્યો છું. સરદારશ્રી ગયા અને ત્યારપછી મહાસમિતિની બેઠક હતી તે વખતે આવ્યો હતો. અમદાવાદ એવું સ્થળ છે કે, ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છનું મધ્યવર્તી સ્થળ જેવું છે. એનો પૂર્વ ઇતિહાસ એ પાટનગર જેવું હતું, તેવો છે. હવે એ કેવો ફાળો આપશે. ગુજરાત ઉદાર છે સૌમ્ય અને મધુર ભાષામાં તે પોતાના વિચારો રજૂ કરે છે. પણ ક્યાં ગૂંચ છે તે આપણે વિચારવું જોઈએ. પુનર્રચનાનો પ્રશ્ન ચાકડા ઉપર છે. કદાચ આજકાલમાં તેનો નિકાલ આવી જશે. પણ ગુજરાત જેમ પોતે પોતાનું સત્ત્વ સાચવે છે, રાષ્ટ્રની દૃષ્ટિ રાખે છે તેમ સાધુતાની પગદંડી
૧૫૭