________________
જનતા પરિષદે પંડિતજીની સભાના સમયે સમાંતર સભા યોજી છે અને તેને અંગે તે જાતનો પ્રચાર કરે છે. તેથી મહારાજશ્રીને ઘણું દુઃખ થયું છે. કારણ કે આજે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અને દેશમાં શાંતિના દૂત કહેવાય અને જે મહાન સિદ્ધાંતિક સંસ્થાના આગેવાન વ્યક્તિ છે. તેવી વ્યક્તિ જ્યારે અમદાવાદ આવે ત્યારે તેમનું બહુમાન કરવું જોઈએ. તેમની વાણી, જ્યારે વિશ્વ સાંભળવા તલપાપડ થઈ રહ્યું હોય તેની વાણી જયારે અમદાવાદની પ્રજાને સાંભળવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હોય ત્યારે એમની સામે બીજી સભા ભરવી એ તેમનું અપમાન કરવા બરાબર છે એમ મહારાજશ્રીને લાગે છે. આથી તો ખોટાં મૂલ્યો સ્થપાય અને છિન્નભિન્ન થઈ જાય. આવું કરનારા પણ આપણા જ ભાઈઓ છે. તેમને સુબુદ્ધિ મળે અને આ પ્રશ્ન પૂરતું એકાગ્ર ચિત્તે પ્રભુ પ્રાર્થના કરી શકાય તે માટે મહારાજશ્રીએ ૭૫ કલાકનો ઉપવાસ કરવાનું નક્કી કર્યું. તા. ૩૦-૯-૧૫૬ :
આજે ગુજરાત ગોપાલક મંડળની કારોબારીની મિટિંગ હતી. લગભગ ૨૫ સભ્યો આવ્યા હતા. તેમાં વસાહત અધિકારી જીવરાજભાઈ પણ આવ્યા હતા. મિટિંગમાં કોંગ્રેસનું રાજકીય માતૃત્વ સ્વીકારવાનું અને પ્રાયોગિક સંઘનું નૈતિક માર્ગદર્શન વગેરે પ્રશ્નો અંગે સારી એવી ચર્ચા થઈ.
આ અંગે ઘણા ભાઈઓએ રાજકારણથી તટસ્થ રહેવામાં શું વાંધો છે, એમ કહ્યું. પણ મહારાજશ્રીએ સ્પષ્ટ કહ્યું, કે કોઈપણ સંગઠન રાજકારણથી પર રહી શકે જ નહિ. રાજકારણથી નિર્લેપ એનો અર્થ જ એ કે રાજકારણના પક્ષકાર. એટલે કોઈપણ એક પક્ષ નક્કી કરવો જોઈએ. અને આજે કોંગ્રેસ સિવાય એવી બીજી કોઈ નૈતિક સંસ્થા નથી. તા. ૨-૧૦-૧૯૫૬ :
મહારાજશ્રીએ મને (મણિભાઈને) અમદાવાદ નહેરુની સભામાં જવા આગ્રહ કર્યો. અહીં કોઈ હતું નહિ. મહારાજશ્રીને આજે ત્રીજો ઉપવાસ હતો. સાંજે ૪ વાગ્યે પારણાં થવાનાં હતાં. એટલે મણિભાઈ (રામ) મારી અવેજીમાં રોકાયા. તેમને ઘટતી સૂચનાઓ આપી. હું અને નાનજીભાઈ દશની ટ્રોલીમાં અમદાવાદ ગયા. મારી સાથે બચુભાઈએ નહેરની મુલાકાત
૨૮૨
સાધુતાની પગદંડી