________________
બુદ્ધિ, ચેતનને તાલીમ આપવાની જરૂર છે. ત્યારે સવાલ થાય છે કે, એ માટે અરણ્યમાં બેસવું કે ક્યાં જવું. ત્રાટક માટે એકાંતમાં ભલે જવું. પણ લક્ષ્યસાધના તરફ ન હોય તો એકાંત પણ અપથ્ય બને છે. સાધકને બદલે બાધક બને છે. ઘણા દાખલા જોઈએ છીએ. ‘નવરું મન નખ્ખોદ વાળે.' એટલે મનને નવરું ન રહેવા દેવું. પણ તેની સાધના માટે એકાંત જરૂરી બને. પણ તે એક માત્ર જ ધોરીમાર્ગ નથી. ભક્તિયુગના ઘણાયે પાત્રો એવાં મળે છે કે એને સોંપાયેલાં કામો કરતાં કરતાં તેમણે ઈશ્વરપ્રાપ્તિ કરી છે. ગોરોકુંભાર માટલાં ઘડતાં ઘડતાં, આત્મસાક્ષાત્કાર કરે છે. તે ધંધો છોડતો નથી. તેમનું ચિંતન કોઈ ક્ષેત્ર માટે નહોતું. ચેતનને કોઈ કામ કે કાર્ય નડતાં નથી. પણ આપણે કેટલીકવાર એવા પ્રકારના ખ્યાલો કરી બેસીએ છીએ ત્યારે આવા પ્રકારના વિચારો આવે છે.
છેવટે ભગવાનનું નામ પણ શું છે? સત્યનું અનુસંધાન રહે, જિજ્ઞાસુભાવ રહે, ઉચ્ચ સાધક પાસે એક કસોટી રહે છે. પોતે કષ્ટ વેઠે છે અને બીજાને સુખ આપે છે. તુકારામને તેમનાં પત્ની દુઃખ આપતાં, પણ પોતે સમાધાન આપવા પ્રયત્ન કરતા. છતાં ના માને તો એમના વિક્ષેપોને સહન કરી લેતા. એઓ માત્ર ભજનમાં લીન રહેતા નહિ, સેવામાં લીન રહેતા. જાણે આખા ગામનો વફાદાર નોકર હોય તે રીતે દરેકનું કામ કરતા. આવો મોટો ભક્ત બની જાય છે. વિઠોબાને કહે છે તું દૂધ પી, તો હું પીશ. એનું દિલ પવિત્ર હતું. પવિત્ર દિલવાળો માણસ જે કંઈ ક્રિયા કરે છે. તેમાં ઈશ્વરનો વાસ હોય છે. દરેક મહાપુરુષ પોતાને ફાળે આવેલું કામ કર્યા જ કરે છે. કદી તેમણે કામ કરતાં, વણતાં વણતાં રામનું સ્મરણ કરતાં. શરીરને ચાદર માનતા. જર્જરિત થાય એટલે જેમ લીધી હતી તેમ છોડી દેતા.
ચેતનનું લક્ષ્ય એના અનુસંધાનમાં રહીને જે કંઈ ક્રિયા થાય તે બધી જ આધ્યાત્મિક ક્રિયા છે. માણસ પોતાનું લક્ષ્ય નક્કી કરીને ચાલવા માંડે ત્યારે તેનું એક પગલું પણ વિકાસની ગતિ ઉપર છે. પણ લક્ષ્ય કર્યા વગરનું પગલું ગમે તેટલું ઝડપી હોય તોપણ તે પીછેહઠ કરે છે. એટલે મનની સ્થિતિ સાફ કરી નાખવી. વિકલ્પોને દૂર કરી સંકલ્પોને દેઢ કરવા ડગલે ને પગલે શંકા, કુશંકાઓ ના આવવા દેવી. ધારેલાં અને સોંપાયેલાં કામો સાધુતાની પગદંડી
૧૪૧