________________
પણ રોટલા ખાવાનું સાધન છે. એની ઉપર બોજો નહિ હોવો જોઈએ. એટલે કહ્યું છ-પટ ગણોતિયો આપે. બાકીના પટ રાજ્યે આપવા. પટ નક્કી કરવામાં પ્રજાના માણસો લેવા, કુટુંબની ૬૦ એકરથી વધારે જમીન બંને પક્ષોમાંથી ફાજલ પાડવી. આનું કારણ એ છે કે
હવે આપણે જીવવાની રીત બદલવી જોઈએ. બધાં એક થઈને નહિ જીવીએ તો ખુવાર થવાના. એટલા માટે સમાજ ઉપર દબાણ લાવવું, પોતે જાતે છોડવું. સમાજના દબાણથી છોડાવવું અને કાયદાથી છોડાવવું. આ બધો વિચાર પ્રથમ જાતથી શરૂ કરવો જોઈએ. જો આપણે શોષણ દૂર નહિ કરીએ તો બીજા નહિ કરે. કોઈ ના માને તો શુદ્ધિપ્રયોગ કરવા જોઈએ. તાલુકદારો કે જમીનદારો કોઈ દુશ્મન નથી પણ સમાજને બંધબેસતો કરવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. તમારા બધાંનો સહકાર મળશે તો કામ આગળ ચાલશે. એમાં સૌને લાભ છે.
-
તા. ૭-૩-૧૯૫૬ : ગાંફ
પચ્છમથી નીકળી ગાંફ આવ્યા. અંતર ચાર માઈલ હશે. ઉતારો એક ઘરે રાખ્યો હતો. લોકોએ સ્વાગત કર્યું.
તા. ૮-૩-૧૯૫૬ : ઉમરગઢ
ગાંફથી ઉમરગઢ આવ્યા. અંતર ત્રણ માઈલ હશે. ગામલોકોએ વાજતેગાજતે ભવ્ય સ્વાગત કર્યું. બહેનો પણ મોટી સંખ્યામાં ગીતો ગાતાં ગાતાં આવ્યાં હતાં. ગામને ધજાપતાકાથી શણગાર્યું હતું. કામના દિવસ હતા. તોપણ બધાં લોકો હાજર રહ્યાં હતાં. રાત્રે જાહેરસભા રાખી હતી.
જિલ્લા કોંગ્રેસ સમિતિ ખેડૂતમંડળનો વિરોધ કરતો ઠરાવ કરશે એવા સમાચાર ‘સેવક’ દૈનિકમાં આવ્યા હતા. અને અંબુભાઈનો પત્ર પણ આવ્યો કે, તા. ૧૦મીની જિલ્લા કોંગ્રેસની મિટિંગ છે. તેઓ જો એવો ઠરાવ કરી નાખશે તો પછી પાછા ફરવું મુશ્કેલ બનશે. અને ગુજરાતની સાચી મુત્સદ્દીગીરીનું દેવાળું નીકળશે. આ માટે તો મહારાજશ્રીએ ધણા સમય પહેલાં સૂચન કરેલું કે ઢેબરભાઈ, મોરારજીભાઈ, બળવંતભાઈને મળી લેવું જોઈએ. અને આખી પરિસ્થિતિ સમજાવવી જોઈએ. પણ તે શક્ય બન્યું નહિ અને મિટિંગ તો તા. ૧૦મીએ મળવાની હતી.
૨૨૦
સાધુતાની પગદંડી