SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ કરે કે, આજે સત્ય અને પ્રેમથી જીવવું છે. ક્યાંય જૂઠ દાખલ ન થઈ જાય કોઈની સાથે કજિયો ના થઈ જાય, દ્વેષ ના થઈ જાય, એ માટે આજના દિવસે સતત કાળજી રાખવી. ભૂલ થાય તો સુધારી લેવી આટલું ૧૦-૧૫ મિનિટ એકાગ્રતાથી ચિંતન થાય તોપણ ઈશ્વર પ્રાર્થના થઈ ગઈ. આપણે બધાં ભેગા મળીને કામ કરીએ છીએ. તો કામ કરવામાં આનંદ આવે છે. કામમાં તેજ વધે છે. તેવું જ સામુદાયિક પ્રાર્થનાનું છે. વ્યક્તિગત કર્મ અને સામાજિક કર્મ પણ હોય છે. ક્વેટામાં ધરતીકંપ થયો ત્યારે બાપુએ કહ્યું, આપણા પાપ છે. અતિવૃષ્ટિ થાય તો કહે છે આપણા પાપ છે. જવાહર જેવાને લાગે કે બાપુ કેવી વાત કરે છે. પણ વાત સાચી છે. સાથે મળીને જે આંદોલન કરીએ તેનું ફળ બધાંને મળે જ છે. નઈ તાલીમવાળાએ એવું માની લેવાની જરૂર નથી કે પ્રોફેસરો અમારાથી ઊંચા છે. ધનની પ્રતિષ્ઠા આપણે વધારી છે. એટલે આમ બને છે. તેમની પાસે શબ્દો વધારે હશે. પણ તે બોલવાના. તમારે થોડા, પણ આચરવાના છે. તમારું શિક્ષણ જીવનનો એક ભાગ છે. આસામમાં ધરતીકંપ થશે તો નઈતાલીમવાળાનું હૃદય ત્યાં ગમે ત્યાં મદદ માટે દોડી જશે. પણ કૉલેજવાળાને એની કંઈ પડી નહિ હોય. એ એના પગાર ઉપર મુસ્તાક રહેશે. આ પાયાનો ભેદ છે એટલે લાઘવગ્રંથિ રાખવાની કોઈ જરૂર નથી. સવારના ૮-૧૫ વાગ્યે હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ સમક્ષ ભૂદાન વિશે પ્રવચન કરીને તેઓ અમરેલી જવા ઊપડી ગયાં. આજે ભૂજથી ગિરીશ મહેતા આવ્યા હતા. તેમણે કચ્છમાં મજૂર મહાજનને ધોરણે મજૂરોનું કામ ગોઠવવા વિચાર્યું છે.એ અંગે તથા ખેડૂત મંડળ અંગે મહારાજશ્રી સાથે વાતો કરી અને માર્ગદર્શન મેળવ્યું હતું. તા. ૧૯-૯-૧૯૫૪ : આજે વાંકાનેરવાળા લલ્લુભાઈ પટેલ અને પરબતભાઈ સાથે કૃષિવિકાસ મંડળ, સહકારી મંડળી અને ગોપાલક મંડળ વગેરે અંગે ચર્ચા કરી. તેમને ભાલનળકાંઠાનાં ધોરણે પ્રવૃત્તિઓ શરૂ કરવાની સમજણ આપી. ભાવનગરથી ગંગાદાસભાઈ અને વનુબહેન આવ્યાં. સાંજે દેવેન્દ્રભાઈ અને ઘનશ્યામ ઠક્કર ભાવનગર-તારાપુર રેલવે અંગે વાતો કરવા આવવાના O સાધુતાની પગદંડી
SR No.008080
Book TitleSadhuta ni Pagdandi Part 5
Original Sutra AuthorN/A
AuthorManilal Patel
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year2001
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy