________________
સાંજે ૪-૦૦ વાગ્યે લોહાણા મહાજન વાડીમાં સભા રાખવામાં આવી તી. અહીં વિવિધ કાર્યકારી મંડળી, ચર્મ ઉદ્યોગ મંડળી, વણકર મંડળી મજૂર મંડળી વગેરે સહકારી મંડળીઓ છે. એમ છતાં કૃષિવિકાસ મંડળની જરૂર છે. એ અંગે મહારાજશ્રીએ સમજણ આપી. અહીં નાગરદાસભાઈ દોશી સુંદર ખાદીકામ કરી રહ્યા છે. તા. ૧૬-૬-૧૯૯૪ : જાળીલા તા. ૧૭,૧૮-૬-૧૯૫૪ : ચાડીયા તા. ૧૯,૨૦-૬-૧૯૫૪ : સાજીયાવદર તા. ૨૧-૬-૧૯૫૪ : કેરીયા
કેરીયા આવ્યા. ગામ લોકોએ સ્વાગત કર્યું. રાત્રિ સભામાં સંખ્યા બહુ ઓછી હતી. તા. ૨૨-૬-૧૯૫૪ : તરક્તળાવ
કેરીયાથી નીકળી તરકતળાવ આવ્યા. રસ્તો કાદવ કીચડવાળો હોવાથી મુશ્કેલી પડતી હતી. પણ મીરાંબહેન અને બીજા ભાઈઓ સાથે વાતો કરતાં કરતાં સહેલાઈથી આવી ગયાં. રાત્રિ સભા સારી થઈ. તા. ૨૩-૬-૧૯૫૪ : દેવરાજીયા
તરકતળાવથી નીકળી દેવરાજીયા આવ્યા. અંતર ત્રણ માઈલ. ઉતારો ભીમજીભાઈના મકાનમાં રાખ્યો હતો. વરસાદની સિઝન હતી એટલે લોકો રાત્રે ભેગા થયા હતા. અને કૃષિવિકાસ મંડળના સાત સભ્યો નોંધાયા હતા. ડૉ. જીવરાજ મહેતાના મોટાભાઈ અહીં શિક્ષક હતા. ગામમાં રાજકીય ખટપટના કારણે મતભેદ પડ્યા છે. તા. ૨૪,૨૫-૬-૧૫૪ : પીઠવાજાળ
દેવરાજીયાથી નીકળી પીઠવાજાળ આવ્યા. અંતર અઢી માઈલ. ઉતારો નિશાળમાં રાખ્યો હતો. રાત્રે જાહેરસભા થઈ. ખેડૂત સંગઠનની વાત થઈ. અહીં સર્વોદય યોજનાની શાખા છે. સહકારી મંડળી પણ છે. ગાયકવાડી ગામ હતું. એટલે નિશાળ વગેરે મકાનો સુંદર છે.
સાધુતાની પગદંડી
૬૫