________________
પહેરાવી સ્વાગત કર્યું. ઉતારો ચોરામાં રાખ્યો હતો. રાત્રે જાહેરસભા થઈ. બીજે દિવસે સ્વાતંત્ર્ય દિન હતો. બાળકોએ સવારમાં ગામસફાઈ કરી. પછી પ્રભાતફેરી નીકળી. ત્યારબાદ વીરાભાઈના હસ્તે ધ્વજવંદન થયું.
બપોરના ૩-૦૦ થી ૪-00 બહેનોની સભા થઈ હતી. ત્યારપછી હરિજન વાસમાં સભા થઈ હતી. ગામના ઘણા આગેવાનો સાથે હતા. વાસને નાકેથી ઠેઠ મંડપ સુધી મોદો પાથરી હતી. અને ઢોલ-તાસાં સાથે તથા બહેનોએ કળશ સાથે ગીત ગાતાં ગાતાં નાકેથી સ્વાગત કર્યું. ભજનમંડળી સાથે સૌ મંડપે આવ્યાં. મંડપ સુંદર રીતે શણગાર્યો હતો. આ તેમની કેટલી બધી લાગણી હતી તે દર્શાવે છે.
મહારાજશ્રીએ જણાવ્યું કે વિરાભાઈએ હ્યું તેમ માણસની જે લાગણી હોય છે તે બતાવવા માટે આ પ્રકારનો સમારંભ ઉપયોગી થાય છે. થોડાક સમય માટે અહીં આવવાનું થાય. તેમ છતાં આટલી બધી તૈયારી કરો ત્યારે તેમાં તમારી બધાંની લાગણી દેખાઈ આવે છે. મોઢા ઉપર ઉલ્લાસ હોય છે તે લાગણીઓનો પડછાયો છે. તે છૂપો રહી શકતો નથી. ગઈકાલે ઢોલ અને તાંસાં વગાડનારા, વગાડતા વગાડતાં જે લાગણીઓ પ્રદર્શિત કરતા હતા તે જણાઈ આવ્યા સિવાય રહેતું નહોતું.
બાપુજીએ તમને હરિજન નામ આપ્યું. સમાજે તમને તરછોડ્યાં, ઘણીવાર ખરાબ લાગણી પણ બતાવી હશે. પણ જયારે વધાં જ જાગે છે ત્યારે સુંદર વાતાવરણ થાય છે. ભૂમિદાનનું અહીં વિતરણ થયું. ૩૩ કુટુંબોને એ જમીન વહેંચવામાં આવી. વસ્તુ નાની છે કેમકે ૧૫૦ કુટુંબોમાં ૩૩ જણને જમીન મળે એ નાનું કામ છે. પણ એ નિશાની સારી છે. હવેનો જે જમાનો આવવાનો છે તે ગામડાનો છે. શહેરોમાં અસ્પૃશ્યતા જાય છે વહેલી પણ તે ઉપલક. જ્યારે ગામડાંમાંથી જાય છે. મોડી પણ કાયમી જાય છે. આદરોડામાં આગેવાન રજપૂત ખેડૂત પથાભાઈને મહારાજશ્રીને કહ્યું આજ સુધી છોકરાની ચિંતા કરી તો હવે હરિજનોનાં વડીલ તરીકે કાળજી રાખો. અને તેમણે તે સ્વીકારી છે. આ ઊંચી વસ્તુ છે.
ગામના આગેવાનો જ્યારે હરિજન વાસમાં આવે, તેમનાં રોટલાની ચિંતા કરે. સુખદુઃખમાં ભાગીદાર બને ત્યારે ગામડું એક જરૂર બનવાનું છે. તમારી લાગણી બદલ સંતોષ થાય છે. બહેનો ઉપર તમે પ્રેમથી જોજો . ૧૯૮
સાધુતાની પગદંડી