________________
હતી. આ ઉપરથી રાત્રી સભા બહેનો કેટલીક ઇચ્છે છે તેનો ખ્યાલ આવી રહે છે. જૈન સાધુઓ રાત્રે બહેનોને પ્રવચન સંભળાવી શકતા નથી.
સંસ્કાર મંદિરમાં થોડા વખત રોકાયા. અહીં હરિજન શિક્ષક ગામને કૂવે પાણી ભરે છે એટલે બહેનો ગાળો બોલે છે. એમનાં પત્નીએ કહ્યું કે મને આ બધાંનું પ્રાયશ્ચિત લાગશે ? પોલીસનો આશરો લેવો કે નહિ ? મહારાજશ્રીએ કહ્યું પ્રાયશ્ચિત નહિ પણ પુણ્ય થશે. અને પોલીસનો તો આશરો આપણાથી લેવાય જ નહિ. તમારે પાણી ચાલુ રાખવું અને મૌન રહેવું. બીજા ભલે પોલીસનો આશરો લે.
બપોરના હાઈસ્કૂલ, કન્યાશાળાના વિદ્યાર્થીઓની સભા રાખી હતી. મહારાજશ્રીએ જણાવ્યું કે વિદ્યાર્થીઓની કલ્પના હોય છે કે ભણીને હું આમ કરીશ, તેમ કરીશ. તમે સાંભળ્યું હશે કે હમણા નઈતાલીમની વાત ખૂબ ચાલે છે. એ તાલીમ શું છે ? આપણે ભણીને શું કરવાના છીએ, તમારા મનમાં પણ એ વિચાર હશે કે, ભણીને નોકરી કરીશું. ડૉક્ટર થઈશું, વકીલ થઈશું, વેપાર કરીશું. વધારે પૈસા મેળવવાનું કંઈક શોધી કાઢીશું. થોડી સેવા પણ કરીશું. કારણ કે સેવાની પ્રતિષ્ઠા છે. એટલે એ પ્રતિષ્ઠાની સાથે ધંધો સારો ચાલશે. ત્યારે આપણે સમજવું જોઈએ કે પૈસાને અને સેવાને મેળ નથી. સેવા જોઈતી હોય તો પૈસા નથી. પૈસા જોઈતા હોય તો સેવા નથી. એક ઘોડે ચડીને જાય છે, અને બીજા પાસેથી ગાંસડી ઊંચકવાનું દૃષ્ટાંત આપ્યું. સાચી દયા કરવી હોય તો ઘોડા ઉપરથી ઊતરી જવું જોઈએ અને પોતાના માથા ઉપર બોજો ઊઠાવવો જોઈએ. આજે ઊલટું છે. માણસ બીજાને ભોગે દયા કરે છે. શોષણને ઢાંકવા માટે સેવાને સાધન બનાવે છે. સાચી સેવા કરી હશે તો ગામડાંને યાદ કરવું પડશે. તમારી સામે શહેર અને ગામડું પડ્યું છે. તમે ગામડામાં જશો તો ધૂળવાળા રસ્તા મળશે, મેલા લોકો મળશે તમને થાય કે આ રસ્તાને સારા બનાવીએ પણ તે રસ્તા માટે પૈસા ક્યાંથી આવશે. આપણે કહીશું સરકાર આપશે. સરકાર ક્યાંથી લાવશે? કરવેરા નાખશે. કરવેરા કોની ઉપર આવશે? તો દેશના ૯૧ ટકા લોકો ખેતી અને ગોપાલન કરે છે. ૯ ટકા ઉદ્યોગો મિલો વગેરે કરે છે. તો કર કોની ઉપર આવશે ? આ બધો વિચાર કરવો જોઈએ. સાધુતાની પગદંડી
૧૧૫