SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ અમદાવાદમાં એક જૈનમુનિ કોઈ બાઈને લઈને ભાગી ગયાના સમાચાર છીપામાં વાંચ્યા. મુનિ જે ઉપાશ્રયમાં રહેતા હતા ત્યાં સંતબાલજી જઈ આવેલા. એટલે સાધુ સમાજના પ્રતિનિધિ તરીકે પ્રાયશ્ચિત તરીકે આજે એકટાણું કર્યું. તા. ૧-૪-૧લ્પ૬ : ખમીદાણા નાવડાથી ખમીદાણા આવ્યા. અંતર બે માઈલ હશે. ઉતારો એક મકાનમાં રાખ્યો હતો. ગામે વાજતેગાજતે સ્વાગત કર્યું. બહેનો ગીતો ગાતાં ગાતાં ચાલતાં હતાં. રાત્રે સભા સારી થઈ. તા. ૨, ૩-૪-૧૯૫૬ : રામપરા ખમીદાણાથી રામપરા આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ગામ લોકોએ સ્વાગત કર્યું. ગામમાં બે જણ વચ્ચે મારામારી થયેલી તે અંગે બંને પક્ષને સમજાવીને સમાધાન કરાવ્યું. રાત્રે સભા સારી થઈ. તા. ૪, ૫-૪-૧૫૬ : બરવાળા રામપુરાથી બરવાળા આવ્યા. અંતર ત્રણ માઈલ હશે. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો. વિદ્યાર્થીઓ સાથે ગામ લોકોએ સ્વાગત કર્યું. - સાંજના ૪-૩૦ વાગ્યે હાઈસ્કૂલમાં પ્રવચન રાખ્યું હતું. બંને દિવસ રાત્રે સભા સારી થઈ હતી. તા. ૬-૪-૧૯૫૬ : રોજિત બરવાળાથી રોજિત આવ્યા. અંતર ચાર માઈલ હશે. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો હતો. રાત્રી સભામાં સારી સંખ્યામાં લોકો આવ્યા હતા. તા. ૭-૪-૧૯૫૬ : ચંદરવા રોજિતથી નીકળી ચંદરવા આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો હતો. રાત્રે સભા રાખી હતી. તા. ૮-૪-૧૫૬ : સુંદરીયાણા ચંદરવાથી નીકળી સુંદરીયાણા આવ્યા. અંતર અઢી માઈલ હશે. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો હતો. રાત્રીસભામાં નાનચંદભાઈએ વહેમોમાંથી ભૂતપલિતની વાતોથી બચવા કહ્યું હતું. આ ગામ એ નાનચંદભાઈનું વતન છે. સાધુતાની પગદંડી ૨૩૩
SR No.008080
Book TitleSadhuta ni Pagdandi Part 5
Original Sutra AuthorN/A
AuthorManilal Patel
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year2001
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy