________________
બપોરના ત્રણ વાગ્યે કોળી જ્ઞાતિનું સંમેલન રાખ્યું હતું. લગભગ ૪૦ ગામના લોકો આવ્યા હતા. સંમેલન રાતના ૧૧-૦૦ વાગ્યા સુધી ચાલ્યું હતું. સંમેલનના પ્રમુખ તરીકે નાનાભાઈ ભટ્ટને વિનંતી કરી પણ એમણે કહ્યું કે એમની જ્ઞાતિના પ્રમુખ હોય તે વધારે સારું. એ જ જ્ઞાતિના આગેવાન સબજી ફુલાભાઈને પ્રમુખ તરીકે નક્કી કર્યા. પ્રથમ ઠરાવ મૂકવાની વિધિ થઈ.
પ્રથમ ઠરાવ : જ્ઞાતિમાં ૫૦ ટકા વસ્તીને આઠ માસ સુધી મજૂરી મળતી નથી. તો તેમને જરૂરી મજૂરી મળે એવો પ્રબંધ કરવા સરકાર અને પ્રજાને વિનંતી કરી.
બીજો ઠરાવ : મરણ પાછવના બારમાની પ્રથા રદ કરવી પણ તેમાં ચર્ચા જાગી છેવટે ૫૦ વરસ ઉપરના માણસનું મરણ થાય ત્યારે ૧૨ વરસની નીચેનાને જમાડવા એમ ઠરાવ્યું. ત્રીજો ઠરાવ : કેળવણી આપવા બાબત અને સરકારી મદદ બાબત. ચોથો ઠરાવ : મજૂરી મેળવવા સહકારી મંડળીઓ સ્થાપવી. પાંચમો ઠરાવઃ ઝઘડો થાય ત્યારે કોર્ટ-કચેરીએ ન જતાં લવાદ દ્વારા પતાવવા. છઠ્ઠો ઠરાવ : વ્યસન મુક્તિ. અફીણ, ગાંજો બંધ કરવાં.
સાતમો ઠરાવ : ભૂદાન ઉપર સમજ આપતાં મહારાજશ્રીએ જણાવ્યું કે નળકાંઠામાં સંવત ૧૯૫૫ની સાલમાં તળપદા કોમનું એક સંમેલન થયું ત્યારથી તમારી સાથે મારો સંબંધ થયો. અમારામાંના, તમારામાંના કેટલાક ભાઈઓ મને નળકાંઠામાં મળ્યા અને નળકાંઠા જેવું માર્ગદર્શન આપવા કહ્યું. હું તો ન આવી શક્યો પણ રવિશંકર મહારાજ સમઢિયાળામાં આવ્યા ત્યાં તમારું સંમેલન ભરાયું. મારું ધ્યાન હમણાં ભાલ નળકાંઠાના પ્રયોગ પાછળ વિશેષ રોકાયેલું રહે છે. અને એ જ કારણે સૌરાષ્ટ્રમાં રોકાયો છું. સ્વરાજય આવ્યું છે પણ હજુ ઘણું કરવાનું બાકી છે. જ્ઞાતિઓ શામાંથી ઊભી થઈ તે પ્રથમ વિચારીએ. પાવાગઢથી કેટલાક ક્ષત્રિયો ઊતરી આવ્યાં અને વણખેડાયેલી ધરતી ખેડવા લાગ્યા. નળસરોવર દરિયાની એક ખાડી છે. તેની આજુબાજુની જમીન બે કોમોએ ખેડી નાખી. તળપદા અને ગોપાલક મેં તેમને પૂછ્યું તમને કોળી શબ્દ ગમે છે ? તો કહે ના, પણ તળપદ શબ્દ મૂક્યો તે ગમતો નથી. એટલે મેં ગુણ અને ધંધો જોઈને લોકપાલ નામ આપ્યું આજનો જમાનો મજૂરો, ખેડૂતો અને ગામડાઓનો છે. નળકાંઠામાં તમારા ભાઈઓ ધરતી ખેડે છે. પણ અહી તો ઘણાં મજૂર ભાઈઓ છે. ઊભડને કેટલી મુશ્કેલી હોય છે એની
૨૦
સાધુતાની પગદંડી