________________
મને જાણ છે. તે દૂર કરવા માટે નાની નાની વાડાબંધી દૂર કરવી જોઈએ. તળપદા અને જળપદા બે ભાગ છે. જળનું કામ કરે તે ખારવા, “પઢાર' કહેવાયા. એક ભાગ ખેતી કરવા લાગ્યો તમારે કોઈ એકાદ કોમનો વિચાર ઢકી દૃષ્ટિથી નહિ કરવો જોઈએ. તળપદા ભાઈઓની વસ્તી વધુમાં વધુ દસ લાખની હશે. ભારતની વસ્તી ૩૬ કરોડની છે. એટલે જ્ઞાતિનો વિચાર કરતાં કરતાં દેશના હિતનો વિચાર કરવાનો છે. આ માટે આપણે દેશના અંગ તરીકે બધો વિચાર કરવો જોઈએ. ખેતી અને મજૂરીમાં પ્રમાણિકતા રાખવી. સ્વાવલંબી બનવું. મજૂર મંડળી બને તેમાં પ્રમાણિક ધોરણ રાખવું. આ વાત પાયાની છે. નીતિ ઉપર આપણું બધું ચણતર થવું જોઈએ. ચુંવાળિયા, તળપદા જેવા ભેદો દૂર કરવા જોઈએ. હવે આપણે ધંધાદારી મંડળ ઊભાં કરવાં પડશે. ખેડૂતમંડળે કૃષિમંડળમાં આગળ દાખલ થવું પડશે. ઝઘડા લવાદોથી પતાવવાના, બચત કંઈ ઊભી કરવી તે વિચારવું જોઈએ. નળકાંઠામાં અઢળક ડાંગર પકવે છે. છતાં અવેર ન હોવાને કારણે તે આગળ આવી શકતા નથી. હું પૈસો સાચવવાની વાત નથી કરતો. પણ વ્યવહાર ન ચલાવી શકીએ તો એમાં કંઈક ખામી છે. ક્ષતિ છે તેનો વિચાર કરવો જોઈએ. બચત બે રીતે કરી શકાય. સારું જીવન જીવીને, અને બીજી રીતે મણદીઠ અમુક રકમ બચાવીને. નળકાંઠામાં વધારે ખર્ચ સ્ત્રીઓમાં થાય છે. કાયદો એને નડતો નથી અને વાતાવરણ એવું છે કે પટેલ કે મુખીનું ત્યાં ચાલે છે. કોઈ વિરોધ વંટોળ કાઢી શકે નહિ. હવે સુધારો થયો છે. દીકરી એ મોંઘી મિલકત છે. તે કોઈ વેચવાની વસ્તુ નથી. તેને ભણાવવી જોઈએ. તેનું સન્માન કરવું જોઈએ. હું પૂછું છું કે તમે બધાં વિચાર કરવા ભેગાં થયા છો. તો બહેનોના ઠરાવમાં ઘર સલાહ લઈને આવ્યા છે ? તમે કહેશો કે એ શું જાણે ? અમે કહીએ તે એમને કબૂલ. આ વાત હવે નહિ ચાલે એને કારોબારીમાં લેવાં જોઈએ. સભામાં બહેનો દેખાતાં નથી. તેનો વિચાર કરજો.
બીજી વાત વ્યસનોની છે. દારૂ તો તમે નહિ પીતા હો, પણ ચા અને સિગારેટ તો પીતા જ હશો. આપણે એમાં મોટાઈ માનીએ છીએ. પણ શરીર અને ધનની બરબાદી એમાં સમાયેલી છે. ખોટો બગાડ ન કરવો. પાંચ મહેમાન આવ્યા હોય તો આઠ-દશની રસોઈ બનાવે છે. વધે એટલે ભેંસને નાખી દે. આવું નળકાંઠામાં બને છે. પાડોશી ધર્મ છોડીને બીજાને સાધુતાની પગદંડી
૨ ૧