________________
ચાલી શકે ? એટલે ઘરગથ્થુ ઉધોગો કેમ ચાલે ? એનો તમે આજથી વિચાર કરજો .
આજે મતદાન થાય છે, પણ મતિદાન થતું નથી. ખંડભાઈ જેવા બાપુની પ્રેરણા લીધેલા હારી જાય છે. ધની અને દોલતમંદ જીતી જાય છે. એનું કારણ એ છે કે આપણાં માનસ કઈ દિશામાં કામ કરે છે, તે ઉપર આધાર છે. આજે ગામડાંઓનો ટેકો દેશ માટે મુખ્ય છે. એટલે તમો ગામડા તરફ ધ્યાન આપો. યંત્રો જ્યાં સુધી રહેશે ત્યાં સુધી અનિષ્ટો જવાનાં નથી. તમો બતાવી આપો કે યંત્રો રહે તોપણ ગમે તેવી ઉત્તેજનામાં અમે શાંત રહીશું. દારૂ કે ટીંચર નહિ પીએ. તમે મજૂરોના પ્રતિનિધિઓ છો. તમારી ફરજ છે. તમે જેટલાં મુક્ત હશો તેટલા તમારા હાથ નીચેના મજૂરો મુક્ત થશે. ટીંચર તો કદાચ કાલે બંધ થશે પણ કાયદાથી શું થવાનું છે ? મનથી કાઢવું જોઈએ ચા અને બીડી ભારે પ્રચાર પામી છે. ખોરાક જોઈએ તે સમજી શકાય છે. કારણ કે યંત્રની સાથે તમારે માથાઝીક કરવી પડે છે. પણ ચાબીડીથી શરીરને ભારે હાનિ થાય છે. એક માન્યતા બંધાઈ ગઈ છે કે રાતપાળી કામ ચા વગર થશે નહિ. ચા અને બીડી તમને ભારે નુકસાન કરે છે. આને લીધે ગાયોનું દૂધ ખપતું નથી. પરિણામે ગાયો કોઈ પાળતું નથી. હમણા રબારી ભાઈઓ મળ્યા ત્યારે બૂમ પાડતા હતા. ગામડાંમાંથી જનારા મજૂરોની દશા પેલાં કોલુમાંથી નીકળેલ શેરડીની જે દશા થાય છે તેવી થાય છે. છતાં થઈ જાય છે. શરીર ભાંગી જાય છે. બાળકોનું પોષણ અને તંદુરસ્તી શી રીતે જળવાશે ? એટલે તમો નજર ગામડાં તરફ રાખો. યંત્રો ભલે બંધ થાય. પણ તમે ગામડાંમાં જીવવાના છો. “મજૂરસંદેશ' અને બીજાં તમને આ જ વાત કરે છે. હવે રાહતની વાત છોડવા જેવી છે. ગ્રામઉદ્યોગો ચાલે શી રીતે ? તેનો તમો વિચાર કરો. તમારાં થોડાં મકાનો થયાં છે. તે જાણીને સંતોષ થાય છે. એ રીતે પણ તમારી બચત થશે. હજુ વધારે મકાનો તો જોઈશે જ. આજ સુધી ગામડાં ભાંગીને શહેરો ફૂલ્યોફાલ્યાં છે. હવે ગામડાં કેમ ભાંગે નહિ પણ સમૃદ્ધ થાય તેની તો કાળજી રાખજો. તમે તમારી કચાસ જો જો એમ જ વિકાસ થશે. પોતાના ગુણ જોવા સહેલા છે ત્રુટી જોવી તે અઘરું છે, પણ તે જ સાચું છે.
સાધુતાની પગદંડી
૧૪૪