________________
વિશ્વવ્યાપક થયા તે જાતની બલિદાનો આપીને પસાર થયેલી સંસ્થા. ખાદીની ટોપી કે અમુક વ્યક્તિ એ કોંગ્રેસ નથી.
અમદાવાદની મહાસમિતિમાં પંડિતજીએ બહુ સુંદર વાતો આ વિશે કરી હતી. “ખદરકી ટોપી ઔર ચલ્વન્સી (સભ્ય) કોંગ્રેસ નથી. મુંબઈના પ્રશ્નમાં આપણે જોયું, કોંગ્રેસ મજબૂત રહી છતાં વિદર્ભ સહિતનું દ્વિભાષી કેમ આવ્યું ? તોફાની ટોળા સામે પોલીસબળ વાપરવું પડ્યું એટલે આ આવ્યું. જો જનતાના અમૂક વર્ગો તોફાનો વચ્ચે ઊભા હોત તો તોફાનોને મચક ન મૂક્ત. પણ એ તો બનતું નથી. પછી બૂમો પાડીએ છીએ. કોંગ્રેસે તેમાં ફેરફાર કરવો જ નહિ. બાપના કૂવામાં ડૂબી મરવું. જો આમ જ માની બેસી રહીશું તો ન તો કોંગ્રેસ જીવશે ન તો દેશ જીવશે. હમણા આત્મારામ ભટ્ટ મ્યુનિસિપાલિટીની બસની ટિકિટ લાવ્યા. ઉપર શબ્દરચનાની જાહેરખબર હતી. ત્યારે મ્યુનિસિપાલિટી છે કોણ ? કોંગ્રેસ બહુમતીમાં છે. છતાં આ બને છે. એ.આઈ.સી.સી.માં વેજિટેબલમાં રંગ નાખવાનો ઠરાવ થયો. દારૂબંધીની સમિતિ નીમી. છતાં કંઈ જ પ્રગતિ થતી નથી. કારણ શું ? તેને બળ મળતું નથી. એ બળ ગામડાં જ ઊભું કરી શકશે. મજૂર મહાજન બાપુએ જ ઊભું કર્યુ છે તેમાંથી ઈન્ટક નામની સંસ્થા ઊભી થઈ છે. તેની સ્વતંત્ર લિપિ છે. ઝઘડો પડે ત્યાં સમાધાન કરે છે. હમણા મધ્યભારતમાં આવું સમાધાન કોંગ્રેસે કર્યું છે.
ઇંદોરમાં તા. ૨૦-૮-૫૫ના રોજ શ્રીમદ્ નારાયણ અગ્રવાલે એક મુલાકાતમાં જણાવ્યું કે મજૂર સંગઠનો સામાજિક, આર્થિક, શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરે. કોંગ્રેસીઓ એમાં માથું ન મારે. રાજકીય બાબતોમાં મજૂરો કોંગ્રેસને અનુસરે. આ રીતે ખેડૂત મંડળ અને કોંગ્રેસના સંબંધો સુંદર હશે. વાંધો પડશે ત્યાં પ્રાયોગિક સંઘ નૈતિક દોરવણી આપશે. કોંગ્રેસની પાસે રાજકીય રીતે દેશપરદેશના ઢગલાબંધ પ્રશ્નો પડ્યા છે. તેને નિરાંતે તે કામ કરવા દેવું હોય તો દેશના સામાજિક આર્થિક પ્રશ્નો ગ્રામસંગઠનોએ હલ કરવા જોઈએ. આના માટે જ ગ્રામસંગઠન છે.
બેંકની ચૂંટણીમાં માત્ર ખેડૂત મંડળોનો માણસ જાય એમ નહિ ગામડાંના પ્રશ્નોને મોખરે રાખનારને મંડળ ટેકો આપશે. હા, તેમાં કોંગ્રેસ સિવાયની વિચારસરણીને ટેકો નહિ આપે. સાધુતાની પગદંડી