________________
તા. ૧૭-૮-૧૯૫૬ :
આજે પણ વિદ્યાર્થીઓ સમજવા આવ્યા હતા. રાતની સભામાં મહારાજશ્રીએ સારંગપુર શુદ્ધિપ્રયોગ અંગે વાતો કરી અને જાસાચિઠ્ઠી બંધાય છે. એ અંગે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું અને જો એ લખનાર અહીં આવી માફી ન માગે અગર શુદ્ધિપ્રયોગ સમિતિને જાહેર કરી ના આવે, અગર પચીસ સત્સંગીઓ તેને શોધી કાઢવા પ્રયત્ન ન કરે તો સાત ઉપવાસ કરવા એવી જાહેરાત કરી.
તા. ૨૦-૮-૧૯૫૬ :
દ્વિભાષીના તોફાનો અંગે મહારાજશ્રીનો પત્ર લઈને હું (મણિભાઈ) વહેલી પરોઢના અમદાવાદ ગયો. કુરેશીભાઈને લઈને મોરારજીભાઈને મળ્યો. અમારી સાથે જુગતરામ દવે, શિવાભાઈ (બોચાસણવાળા) પરીક્ષિતભાઈ મજમુદાર અને ભાઈદાસભાઈ પરીખ હતા. મોરારજીભાઈ ખૂબ વ્યથિત પણ સ્વસ્થ જણાતા હતા. સ્પષ્ટ શબ્દોમાં બોલતા હતા. મહારાજશ્રીનો પત્ર વાંચી લીધો. ‘બોલ્યા, મહારાજશ્રીને કહેજો ગુજરાત મરતું હોય તો હું જીવીને શું કરવાનો છું. ઉપવાસમાં હું માનતો નથી. છતાં આ પગલું ભરવું પડ્યું છે. મજામાં છું. મોરારજીભાઈનું નિવાસસ્થાન એલિસબ્રિજમાં આવેલ રતિલાલ પટેલને બંગલે હતું. તેમની પાસે ઢેબરભાઈ, ખંડુભાઈ, ઇન્દુમતી શેઠ, વસાવડા, મણિભાઈ પટેલ, પુષ્પાબહેન મહેતા, અનસૂયાબહેન, કાનજીભાઈ દેસાઈ. રાવજીભાઈ મણિભાઈ વગેરે હતા. જુદી જુદી વાતો ચાલતી હતી. જાનમાલની સલામતી સાચવ્યા સિવાય કોઈ વડોપ્રધાન રહી ના શકે. રાત્રે ખુદ ત્રિકમભાઈએ કહ્યું, બે કલાક પથ્થરમારો ચાલ્યો.જનતા કરફ્યુ કાઢ્યો. એક જણને સાપ કરડેલો, એક જણને એપેન્ડીસનો દુઃખાવો થયેલો, પણ ના જવા દીધા. ડેલિગેટોને હેરાન કર્યા. ઢેબરભાઈની ટોપી લઈ ગયા. સૂર્યકાંત પરીખને તૈયાર કર્યા છે. પણ તેણે ઘણી ગેરસમજ ઊભી કરી છે. કહે છે, ઠાકોરભાઈએ ગોળીબારનો બચાવ ન કરવો જોઈએ. એમણે કહ્યું, કે આવી પરિસ્થિતિની અંદર હું પોલીસ હોઉં અને મારા હાથમાં બંદૂક હોય તો ગોળીબાર જ કરું. શ્રી જુગતરામભાઈએ ઢેબરભાઈને કહ્યું પાયાના લોકોને આ બધી વાતો
સાધુતાની પગદંડી
૨૭૩