________________
થાય. આજે આર્થિક લડાઈ મુખ્ય છે. ગાંધીજીએ સૂત્રો તો આપ્યાં પણ તેનો અમલ હવે કરવાનો છે. તે શી રીતે થાય ? ભરવાડ એટલો વિચાર કરે કે બીજાનું ગમે તે થાય, હું તો ભેલાણ કરીશ. મજૂર ઓછું કામ કરવામાં માને છે. વેપારી પોતા સામે જ જુએ છે. તલાટી માને છે કે સરકાર મને પગાર આપે છે. આ બધામાંથી પાછા હઠવું જોઈશે.
ખેડૂત, મજૂર, વેપારી, ગોવાળ, કારીગર, બધાં એક થઈને જીવો તો ગામડું સુખી થાય. અને લડાઈમાં જીત મળે. એ લડાઈ આર્થિકતાની છે. જો આનો વિચાર કરો તો સ્વરાજ્ય આવ્યાને નવ વરસ થયાં, છતાં સ્થિતિ સુધરી નથી અને હજુ પણ સુધરવાની નથી.
પેલા ચાર બ્રાહ્મણોને કોઈએ એક ગાય દાનમાં આપી પણ ચારમાંથી કોઈએ ખવડાવ્યું નહિ. અને દૂધ ખાવાની ઇચ્છા કરી. પરિણામે ગાય મરવા પડી. આમ ગામડાં જીવશે તો જ દેશ જીવશે. એ ગામડાંને જીવાડવાને બહારનું કોઈ નહિ આવે. આપણે જાતે પ્રયત્ન કરવાનો છે. આજની લડાઈઓ, ભજકલદારની અને સત્તાની છે. એને ઠેકાણે સેવા અને પ્રેમની હરીફાઈ કરવાની છે. તમે આ બધાનો વિચાર કરજો. તા. ૨૫-૧૯૫૬ : બાજરડા
ત્રાડિયાથી નીકળી બાજરડા આવ્યા. અંતર ત્રણ માઈલ હશે. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો હતો. રાત્રે જાહેરસભા સારી થઈ હતી. તા. ૨૮-૫-૧૯૫૬ : અડવાળ
બાજરડાથી નીકળી અડવાળ આવ્યા. અંતર ત્રણ માઈલ હશે. ઉતારો ભગતની જગ્યામાં રાખ્યો હતો. ગામ લોકોએ સ્વાગત કર્યું. તેમાં દરબારોએ ભાગ લીધો નહોતો.
એક દરબાર એક કોળી કુટુંબના ઝઘડામાં વાતો કરતાં અશિષ્ટ ભાષા વાપરતા હતા. તે બદલ મહારાજશ્રીએ ઠપકો આપ્યો હતો. અને તે ઝઘડો પતાવવા, હમીરપગી અને રવજી પટેલને લવાદ તરીકે નીમ્યા હતા.
અહીંના ખેડૂતોની જમીન તાલુકદારોએ ધીમે ધીમે પડાવી લીધી છે. ૧૯૪૭માં ૧૬૦ ગણોતિયા હતા. અત્યારે ૪૦ રહ્યા છે. તેમાં પણ લગભગ ૨૦ જણની ઓછીવત્તી જમીન, વગર પાણીપત્રકે ખેડાય છે. ત્રણ જણ તો સાવ જમીન વગરના થશે. કારણ પત્રકમાં નામ વગર જ બધી જમીન ખેડે સાધુતાની પગદંડી
૨૩૯