________________
શુદ્ધિપ્રયોગ તેજાબી કસોટીએ ચડે છે. ધર્મસ્થાનક પ્રતિ આંદોલન કરવું, અને તેમાં પણ મોટા ભાગની પ્રજાનું માનસ જે ધર્મથી પોષાયું હોય તેના પ્રતિ - કેવું કસોટીરૂપ બન્યું હશે ? પણ શ્રી નવલભાઈ શાહ જેવા નિર્મળ અને ભાલની સમગ્ર પ્રજાને હૃદયથી ચાહીને તેમની વચ્ચે સેવક તરીકે બેઠેલા શ્રી નવલભાઈએ પોતાના પાંચ ઉપવાસથી શુદ્ધિપ્રયોગનો પ્રારંભ કર્યો, છેવટે સફળતા મળી. જમીન ખેડૂતોને નામે ચડી. (વિગત માટે જુઓ પુસ્તક “શુદ્ધિપ્રયોગનાં સફળ ચિત્રો.)
આવો જ બીજો પ્રશ્ન આ ગાળામાં ગણોતધારાનો આવે છે. ગણોતધારો અમલમાં આવે તે પહેલાં તેમાં ખેડૂતમંડળ સુધારા સૂચવે છે. કોંગ્રેસના તમામ પદાધિકારીઓને, છેવટે સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી ઉ. ન. ઢેબર, મોરારજીભાઈ, લાલાકાકા વગેરેએ સમજાવવા છતાં પણ બીલ મૂળ સ્વરૂપે જ પસાર થાય છે. અને મહારાજશ્રીની આખી પ્રયોગભૂમિ કસોટીએ ચડે છે. શુદ્ધિપ્રયોગનો પ્રારંભ થાય છે, તેમાં સ્વેચ્છાએ ખેડૂતોએ પોતાની જમીન છોડવાની હતી. ખેડૂતો તૈયાર થાય છે. શુદ્ધિપ્રયોગ ચાલે છે. ગણોતધારાના પ્રશ્નની સમજૂતી માટે કેટલાં બધાં ખેડૂત સંમેલનો યોજાય છે !
હજુ તો ગણોતધારાનો પ્રશ્ન પત્યો નથી ત્યાં દ્વિભાગી મુંબઈ રાજયનો ઉગ્ર પ્રશ્ન આવ્યો. અમદાવાદમાં વિદ્યાર્થીઓના સરઘસ ઉપર ગોળીબાર થતાં – સાત વિદ્યાર્થીઓનાં શબ ઢળી પડે છે. અને એક કરુણ કલંક કોંગ્રેસ હાઉસના વિસ્તારનું આવી પડે છે. લોકો પોતાનો અવાજ કાઢી શકતા નથી, જનતા કરફયૂને નામે લોકોનો વાણીસ્વાતંત્ર્ય જેવો અધિકાર છિનવાઈ જાય છે. ત્યારે મહારાજશ્રીને માટે આ સ્થિતિ અસહ્ય બની રહે છે અને ભાલના ખેડૂતોની ટુકડીઓ અમદાવાદ ખાતે ૧૧મી ઓક્ટોબરથી શરૂ થાય છે. વીસ દિવસ સુધી આ કાર્યક્રમ ચાલે છે. વાતાવરણ શાંત પડે છે. આમાંથી ખેડૂતોનું પ્રબળ ઘડતર થાય છે.
પ્રજા ઘડતરના અનેક પ્રસંગો આ દિવસોમાં આવે છે. મહારાજશ્રી એટલે હરતીફરતી પ્રજા ઘડતરની આધ્યાત્મિક વિદ્યાપીઠ. તેમની તમામ પ્રવૃત્તિના કેન્દ્રમાં ધર્મનાં સાચાં મૂલ્યો – શુદ્ધિ, ત્યાગ અને સમર્પણ ભર્યા છે. અને તેમાંથી પ્રગટ થાય છે કરુણા, દયા, માનવપ્રેમ. આ ડાયરીમાં આવતાં ભૂદાન પ્રવચનો, વેચાણવેરાની સમજૂતી, ગણોતધારા કે દ્વિભાષી આદોલન - બધા પાછળ અહિંસા અને પ્રેમની જ પીઠિકા છે, પાયામાં ધર્મતત્ત્વ છે. પણ એ કયો ધર્મ?
ચલાળામાં સૌરાષ્ટ્રના કાર્યકર્તાઓના સંમેલનમાં ઉબોધતાં સમજાવે છે : ' લોકોને લાગે છે કે ધર્મસંસ્થાની જરૂર નથી, કારણ કે તે નિષ્ક્રિય થઈ ગઈ છે. (ત્યારે તેઓ તેનું બદલાયેલું સ્વરૂપ) એટલે હવે ધર્મસંસ્થા નવા સ્વરૂપે વિશ્વવાત્સલ્ય
૧૦