________________
સંજોગોમાં શુદ્ધિપ્રયોગ કરવાનું વિચારાયું તેની વિગતવાર માહિતી આપી અને સારંગપુર શુદ્ધિપ્રયોગની વિગતો પણ આપી.
ત્યારબાદ મહારાજશ્રીએ પ્રવચન કરતાં જણાવ્યું કે ખેડૂતમંડળની ઉત્પત્તિ ગામડાંના પ્રતિનિધિત્વમાંથી ઊભી થઈ છે. ગામડા અને શહેરો વચ્ચે ભેદ રહ્યાં કર્યો છે. કંટ્રોલ વખતે ગામડાંને પોણો શેર ખાંડ શહેરોને દોઢશેર ખાંડ અપાતી. તાલુકા સમિતિએ ઘણો વિરોધ કર્યો. પુરવઠા મંત્રી શ્રી દિનકરભાઈ દેસાઈને લખ્યું તો કહે શું કરીએ નવી પરિપાટી ઊભી કરી શકતા નથી. અનાજના ભાવોનો પ્રશ્ન આવ્યો. બધાંનો ભાવ પડતર જોઈને નક્કી કરવામાં આવ્યો. પણ ખેડૂતોનો ભાવ અડસટ્ટે નક્કી કરી આપ્યા. આ ભાવ તેમને પોષાતા નહોતા. મંડળે શા ભાવે પડતર થાય તેની તપાસ કરવા શિવાભાઈ જેઠાભાઈ પટેલને આ કાર્ય માટે નીમ્યા તેમણે તપાસ કરી તો ઘઉંના ભાવ બાર સાડાબાર આવીને ઊભા રહ્યા. બબલભાઈને સંયોજક નીમ્યા. પ્રાંતિક સમિતિ પાસે ગયા. તેણે કહ્યું, વાત સાચી. પણ અમે સરકારી નીતિથી વિરુદ્ધ કોઈ ઠરાવ કરી શકીએ નહિ. ત્યારે લાગ્યું કે કોંગ્રેસની શક્તિ વધે તે માટે જરૂરી પ્રક્રિયા ઊભી કરવી જોઈએ. એ રીતે મંડળની ઉત્પત્તિ થઈ છે.
ત્યારબાદ ગણોતધારાની વાત આવી. આપણે બધાનો વિચાર કરીએ છીએ. જમીનદારને પણ રોટલો મળે, અને શ્રમજીવી પણ સન્માનપૂર્વક જીવી શકે એટલા માટે જમીન ફાજલ પાડવાની વાત આવી. જે જમીન ફાજલ પડે, તેનો પ્રથમ હક્ક જમીનદારને આપવો. જો આમ ન વિચારીએ તો ગરાસદારો બહારવટું કરે, સરકાર પોલીસ બળ વધારે અને છેવટે ભાર આવે ગામડાં ઉપર. એટલે સરકારને કહ્યું આજે સુંદર તક છે. તમે ફાજલ પાડો. સદભાગ્યે નિયોજન પંચે આ વાતનો સ્વીકાર કર્યો છે. હવે રહ્યો સરકારે વળતર આપવાનો પ્રશ્ન. યોજનાઓ માટે કરોડો રૂપિયા ખર્ચાય છે તેને બદલે બેકારી દૂર થાય એવી યોજના વિચારીએ તો શું ખોટું ? જમીન ફાજલ પાડવાની અસર ભાલમાં તો બહુ ઓછા માણસોને લાગુ પડે છે. પણ તે સિદ્ધાંતના સ્વીકારથી ફાયદો સૌને છે, વધારે છે.
આપણી પ્રવૃત્તિઓ પછવાડે અમારા જેવાને જે રસ છે તે વધારે સગવડો મળે તે માટે નહિ, પણ નીતિ કેટલી વધે છે, ત્યાગ કેટલો વધે છે, બેકારી
સાધુતાની પગદંડી