________________
તા. ૧૬-૧૧-૧૯૫૬ :
આજે ખેતી ફાર્મવાળા શિવાભાઈ જે. પટેલ આવ્યા. એમણે કોંગ્રેસને આપણા સંબંધો વિશે વાતો કરી. અમદાવાદના ગોળીબારની તપાસ અંગે પણ વાતો કરી.
તા. ૧૭-૧૧-૧૯૫૬ :
મહારાજશ્રીએ જણાવ્યું કે આપણે એ વસ્તુને છેલ્લા યુગથી સારી પેઠે જાણીએ છીએ કે સાધ્ય અને સાધન બંને શુદ્ધ હોવાં જોઈએ. જો એ અશુદ્ધ હોય તો એના ફળની અસર અશુદ્ધ થઈ જાય છે. એટલે સાધ્ય વિચાર ઊંડો છે. સાધ્ય શું છે એની ગમ પડતી નથી, પણ સાધન જોઈ શકાય છે. તેની શુદ્ધિનો ખ્યાલ રાખળામાં આવે તો સાધ્ય શુદ્ધ બને.
જૈનધર્મમાં મોક્ષને મહત્ત્વનો ગણ્યો છે. એમાં જવા માટે સાધન શુદ્ધ વાપરવા કહ્યું એટલે મહાપુરુષોએ મોક્ષ કરતાં મોક્ષ માર્ગને ઉત્તમ કહ્યો. સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્ર્ય ઉપર જેટલો ભાર આપ્યો તેના કરતાં મોક્ષમાં શું ગતિ થશે એને ગૌણ કર્યું છે. સાધન શુદ્ધ હશે તો સાધ્યનો ખ્યાલ કદાચ ન હોય તોપણ વાંધો નહિ આવે. કદાચ તે ખોટે માર્ગે હશે, તો સાધન શુદ્ધિ તેને ચેતવશે.
પણ એક સવાલ સાધન અને શુદ્ધિથી નિરાળો રહી જાય છે. અને તે છે, સાધક શુદ્ધિ, સાધકમાં જિજ્ઞાસા અને શ્રદ્ધા એ બે વસ્તુની માગણી કરવામાં આવી છે. ગીતામાં ભગવાને કહ્યું મેં તને જે કહ્યું છે તેને બીજાને જરૂર કહેજે. પણ જે અતપસ્વી છે તેને ના કહેજે. જે અભક્ત છે તેને પણ ના કહેજે. અને જે સાંભળવા ઇચ્છતો નથી, જેની જિજ્ઞાસા નથી તેને પણ ના સંભળાવજે અને જે ખરેખર સાચી સ્પર્ધામાં ન માનતાં પારકા દોષો શોધ્યા કરે છે, ઇર્ષ્યાળુ છે તેને પણ ના કહેજે. આથી આપણે સમજી શકીએ છીએ કે ગીતા જેવી પવિત્ર વાત પણ સાધક પવિત્ર ના હોય તો ગમે તેવી વાત અશુદ્ધ સાધકને લીધે સાધન, સાધ્ય બંને અશુદ્ધ બની જવાના. વળી જૈનદર્શનમાં કહ્યું, જો સમ્યક્દર્શન નહિ હોય તો અમે ગમે તેટલી સાચી વાત કરીશું તોપણ મિથ્યા થવાની છે. સર્પને ગમે તેટલું દૂધ આપો, પણ એની કોથળીમાંથી વિષ જ નીકળવાનું છે. ટૂંકમાં સાધનની શુદ્ધિનો
સાધુતાની પગદંડી
૨૯૮