________________
છે. ગુજરાતને દેશ માટે થોડું સહન કરવાનું કહેવામાં આવે છે. તે એ કે દેશની એકતા માટે તમે નિશાન બનો. આ ગાંધીજીનું ગુજરાત છે. એમણે શું કહ્યું છે પણ આપણે તો કોઈને બોલવા જ નહિ દઈએ. કોઈની વાત નહિ સાંભળીએ. કહેનાર કે બોલનારનું જીવન નહિ જુઓ તો ખોટાં મૂલ્યો ઊભાં થઈ જશે. વ્યક્તિગત રીતે માણસ ગમે તેવો હોય, તેનો વાંધો નથી. પણ જ્યારે તેને સામાજિક મૂલ્યો અપાય છે ત્યારે તે આપણે માટે ભારે ખતરનાક બનશે. એને સુધારવા ઘણો પ્રયત્ન કરવો પડશે. એટલે આ બધાંના ઉકેલ માટે લોકોના ગમે તેવાં વચનો સાંભળીને પણ સ્પષ્ટ વાતો લોકોને કહેવી જોઈએ.
આજે હું, મીરાંબહેન તથા કપિલાબહેન, મનુભાઈ પંડિતનાં બહેન વૌઠા મેળો જોઈને બપોરના પાછા આવ્યાં. બહુ મોટો મેળો ભરાય છે. સાત નદીઓના સંગમનું પાણી અહીં એકત્ર થાય છે. જો કે અહીં તો બે જ નદીઓનો સંગમ દેખાય છે.
૩૦૨
સાધુતાની પગદંડી