________________
ખ્યાલ આવ્યો કે એમણે કોંગ્રેસમાં રહીને જ સત્તાવાદી નહિ એવો વિરોધપક્ષ રચવાની વાત કરી છે. જે આપણે કરી રહ્યા છીએ. મૂડી અને બુદ્ધિનું કેંદ્રિકરણ રહેશે ત્યાં સુધી અશાંતિ જવાની નથી. મૂડી અને બુદ્ધિનો ઉપયોગ શ્રમજીવીઓના હિતમાં થાય, તેમના માર્ગદર્શનમાં થાય તો અહિંસક સમાજ રચના થાય. જો આ રીતે ગામડાં વ્યવસ્થિત થઈ જાય તો પૂરક વિરોધપક્ષ તૈયાર થઈ જાય. આટલા માટે હું વિરોધપક્ષની વાત કરતો નથી. પ્રેરકપૂરક પ્રશ્નની વાત હું કરું છું. આપણી સંસ્કૃતિમાં પ્રેરકપૂરકની જ વાત આવે છે. વિરોધની ક્યાંય વાત આવતી નથી. રામાયણમાં આ બધું ભારોભાર જોવાય છે. છેલ્લે શિવાજી મહારાજનું શાસન સુંદર રીતે ચાલ્યું હોય તો તેનું કારણ રામદાસ સ્વામી હતા. તેઓ પ્રજા સંપર્ક રાખતા. તેમની ઇચ્છાઓ જાણતા અને તે પ્રમાણે રાજ્યને દોરતા. જ્યાં સુધી કાજીઓ ન્યાય કરતા, સાધુઓ ન્યાય કરતાં, પંચો કે મહાજન ન્યાય કરતાં ત્યાં સુધી ન્યાય શુદ્ધ રહ્યો. પણ હવે આપણે બુદ્ધિને ન્યાય સોંપ્યો છે. રાજ્યના આ અંગને જો આપણે સુધારીશું નહિ તો કાવાદાવા વધવાના છે. ગુંડાગીરી વધવાની છે અને કદી અહિંસક સમાજ રચના થવાની નથી. આપણી આ વાત કોંગ્રેસને ગમતી નથી. તેને આ નવી વાત લાગે છે. પ્રેરકપૂરક તેમને ગમતાં નથી. છતાં આપણે જોઈએ છીએ કે, સંસ્થા તરીકે કોંગ્રેસ સિવાય બીજી સિદ્ધાંતિક સંસ્થા નથી. એટલે એને ટકાવવા માટે અંદરથી અને બહારથી શુદ્ધ થાય એવી પ્રક્રિયા ઊભી કરો.
હિંદુસ્તાનની કોંગ્રેસના બંધારણમાં શુદ્ધિ લાવનાર કોઈ હોય તો તે ગુજરાત છે. એ જ ગુજરાત જો આજે તેને બળ નહિ આપશે તો શુદ્ધિ રહેશે કેવી રીતે ? જે ગાંધીજી બ્રિટિશરોને સૈનિકો આપવા સુધી ગયા તો આપણને આજે કોઈ વિચાર ના ગમ્યો તો શું આપણે એ કોંગ્રેસને તોડી નાખવી ? આજે દેશમાં પરદેશી દોરવણી કામ કરે છે. તેના હાથા આપણા ભાઈઓ બને છે. ગોવાનો પ્રશ્ન નથી ઉકલતો એનું કારણ ગોવા નથી પણ પરદેશોનો દોરીસંચાર છે. ઇજિપ્ત ઉપર આક્રમણ કોણે કર્યું ? આની પાછળ સ્વાર્થ કામ કરે છે. આપણે ત્યાં પણ દરેક પ્રશ્નમાં સ્વાર્થ કામ કરે છે. મારી નોકરી વધવી જોઈએ. મારી જમીન ના જવી જોઈએ. પણ કેટલીકવાર નાવડી તોફાનમાં સપડાય તો કેટલોક કિંમતી માલ નદીમાં ફેંકી દેવો પડે સાધુતાની પગદંડી
૩૦૧