Book Title: Sadhuta ni Pagdandi Part 5
Author(s): Manilal Patel
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 333
________________ સ્થાપના માટે તેમણે આમ કહ્યું હશે. કાર્યકરોમાં તો એવી દ્વિધા થઈ જાય કે અરવિંદ સાચા કે ગાંધી સાચા ! કોઈના ના રહે. આ બધી વસ્તુ બહુ લાંબી દૃષ્ટિથી વિચારવી જોઈએ. ઝીણા સાહેબને વ્યક્તિગત રીતે મળવાનાં બે કારણો હતાં. બ્રિટિશ લોકો તેમને હાથા બનાવતા હતા અને મુલ્લાંઓ તેમના હાથમાં રમી જાય તો ખોટે રસ્તે જાય. એટલે સમાજ શુદ્ધિ માટે તેઓ આ બધો પ્રયત્ન કરતા. આજે આપણે ત્યાં જે ચાલી રહ્યું છે તેમાં સાધકશુદ્ધિ અને સાધ્યશુદ્ધિનો આધાર વધારે રાખવો જોઈએ. આપણે ત્યાં સાધકશુદ્ધિ ઉપર બહુ ભાર આપ્યો છે. કોઈપણ વાત કહેનાર કોણ છે ? તેનું જીવન કેવું છે ? તે જોવાય છે. બીજે ઠેકાણે કહેનાર નથી જોવાતો, જીવન નથી જોવાતું પણ તે શું કહે છે તે જોવાય છે. સારું બોલી શકે છે કે નહિ તે ઉપર તેની કિંમત આંકે છે. માણસ તર્કોથી, બુદ્ધિથી બીજાને આંજી શકે છે ખરો. પણ જો બરાબર ખ્યાલ નહિ રખાય તો એ જે મૂલ્ય સ્થાપશે તે સમાજને માટે હાનિકારક બનશે. બીજી પણ એક વાત છે. પરદેશી સરકાર હતી ત્યારે રાજય સામે આપણે જુદી જુદી રીતે લડતા. તે વખતે કદાચ સાધકશુદ્ધિનો આધાર બહુ નહોતા રાખતા. જોકે બાપુ વ્યક્તિગત રીતે તો એ આધાર રાખતા જ. પણ આજે સ્વદેશી સરકાર છે. તેની સામે ગમે તેવો સાધક લડે તો ખોટાં મૂલ્યો સ્થપાઈ જાય. આમ આજે તો સમાજ બે છાવણીમાં વહેંચાતો જાય છે. પતિપત્ની બે જુદી છાવણીમાં છે અને સમાજ તો હોય જ. મતભેદ હોય પણ મનભેદ નહિ રહેવા જોઈએ. હું કોંગ્રેસના બે ભાગ પાડું છું. હું કોંગ્રેસના ઇતિહાસમાં નવ વરસ પછી જે સાધકની અશુદ્ધિઓ પેઠી છે તેને તેટલો ભાગ તમે જુદો પાડો તો તેને શુદ્ધ કરવાનો પ્રયત્ન કરો તો જે કોંગ્રેસ હતી તેવી બનવાની. ઘણીવાર શરીર ઉપરના ચાંદા, હોજરીમાં દવા નાખવાથી મટી જાય છે. પણ બહારથી દવા લગાડવાથી હોજરી સાફ થતી નથી. એટલે ચાંદા બીજા સ્વરૂપે નીકળ્યાં કરે છે. કોંગ્રેસની હોજરી આપણે સુધારવા માગીએ છીએ. સામાન્ય જનતા ઉપરના પાટપિંડીનો વિચાર કરે છે. હમણા રાજાજી વિરોધપક્ષની વાત બોલ્યા છે. કેટલાક છાપામાં વિકૃત રીતે એ વાતને રજૂ કરી છે. પણ આધારભૂત હેવાલો મંગાવ્યા ત્યારે સાચો ૩OO સાધુતાની પગદંડી

Loading...

Page Navigation
1 ... 331 332 333 334 335 336