Book Title: Sadhuta ni Pagdandi Part 5
Author(s): Manilal Patel
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 332
________________ જેટલો વિચાર કરીએ છીએ તેટલો સાધક શુદ્ધિનો પણ વિચાર કરવો જોઈએ. સાધકને એ રીતે જોઈ શકાય કે પૂર્વમાં એણે શું કામ કર્યું છે. અંતઃકરણની પવિત્રતા કેટલી છે. નિખાલસતા કેટલી છે. આશય શુદ્ધ છે કે નહિ આ ઉપરથી જોઈ શકાય. રામાયણમાં જોયું કે, રામ જેટલા સાવધ રહેતા એટલા સીતાજી નહોતાં રહેતાં. એટલે રાવણ આવ્યો. તેની ભાવના એ સમજી શક્યાં નહિ, સાધુતાને સમજ્યાં નહિ. મૈયા ભિક્ષા દે તેના બદલે વિશેષણો જુદા વાપર્યાં. સુંદર અમુક પ્રકારના ભાવવાળી વાતો કરી. આ વચનોને જો ઊંડા વિચારમાંથી જોયાં હોત તો તે જરૂર ચેતી જાત. જે સતી છે, શુદ્ધ છે, તે પોતાના વચનોને છુપાવે નહિ. પણ જાગૃત તો જરૂર રહે. જો તે ગાફેલ રહે તો તેનો આચાર જોઈને બીજા લોકો તે પ્રમાણે વર્તન કરે. ગીતામાં કહ્યું ઉચ્ચ પ્રકારનો આત્મા જે વર્તન કરે છે, એવું સમાજ વર્તે છે. એટલે પોતાની જાત ખાતર નહિ પોતે પ્રાણ પ્રતિષ્ઠા છોડી છે. પણ સમાજના મૂલ્યોને ન જુએ તો રામાયણમાં પરિણામ જોયું. રામજી આટલા સમજુ અને શુદ્ધ હતા છતાં કોઈ કોઈ ઠેકાણે ગફલત કરી બેસતા. સોનાનો મોહ હોઈ શકે ? તેને મારવો યોગ્ય છે ? એ પણ એમણે આ બધા વિચારો તો કર્યા જ હશે, છતાં જાનકી જે આટલું બધું છોડીને આવે છે તેને આટલી ઇચ્છા કરી તો પૂર્ણ કરું. ભૂલ હશે તો અનુભવ પછી સુધરી જશે. છતાં ભૂલ તો કરી જ. ગાંધીજીના જીવનમાં સમાજના મૂલ્યોની ઝંખના અપરંપાર આવે છે. મુસ્લિમલીગ સાથે ઘણો મતભેદ રહ્યો છતાં ઝીણા સાથે દોસ્તી છોડી નથી. ઘણા લોકોને લાગતું હતું કે આવો આધ્યાત્મિક માણસ ઝીણા જેવા જક્કીને શું કામ મળે છે ? પણ આપણે એ જોવું જોઈએ કે લિગ તરીકે સંસ્થાને કદી પ્રતિષ્ઠા આપી નથી. વ્યક્તિગત રીતે તેમણે કદી ઇન્કાર કર્યો નથી. સવાલ એ થાય છે કે અરવિંદ ઘોષને મળવાની ઇચ્છા કરી નથી. પણ ઝીણાસાહેબ પાસે ચાલી ચલાવીને જાય છે. વારંવાર જાય છે. એટલું જ નહિ. મહાદેવભાઈ વગેરે જ્યારે અરિવંદની મુલાકાતની ઇચ્છા કરે છે, ત્યારે ગાંધીજી કહે છે અહીં તમને શું કમીના લાગે છે ? હું ન ભૂલતો હોઉં તો એ વર્તુળ તે જાતની સ્થિતિ લઈને બેઠું હતું. તેથી એમણે કહ્યું હશે. આનો અર્થ એ નથી કે અરવિંદબાબુ ખોટે રસ્તે હતા. પણ સમાજના મૂલ્યોની સાધુતાની પગદંડી ૨૯૯

Loading...

Page Navigation
1 ... 330 331 332 333 334 335 336