________________
પ્રવાસે આવે છે. તેઓ પ્રથમ ભાલનળકાંઠામાંથી પ્રવેશ કરે તે માટે વિનંતી કરી.
તા. ૧૫-૧૧-૧૯૫૬ :
સારંગપુરના પ્રશ્ન અંગે ચર્ચા કરવા નડિયાદથી મધુભાઈ જસભાઈ અને બીજા ચર્ચા કરવા આવ્યા. ગૂંદીથી અંબુભાઈ, ફૂલજીભાઈ વગેરેને બોલાવ્યા
હતા.
રાત્રી સભામાં બોલતાં મહારાજશ્રીએ જણાવ્યું કે સનાતન કાળથી એક વસ્તુ જોઈએ છીએ કે માણસના જીવનમાં જેમ ખાવું, પીવું અનિવાર્ય છે એવું ખાવાપીવાના પ્રસંગમાં સંગ્રામ પડેલો છે. ત્યારે ન્યાય, અન્યાય એ પણ અનિવાર્ય છે. બે જણ ભેગા થયાં કે વિચારભેદ થયા પછી ન્યાય અન્યાયનો ઝઘડો શરૂ થાય છે. એટલે ખાવાપીવા અને ઓઢવાનું-પાથરવાનું અનિવાર્ય બને છે તેથી ન્યાય અન્યાયનું શોધન કરવું એ જરૂરી બને છે. અન્યાયને શોધી તેને દૂર કરવો જરૂરી છે.
જિંદગી અત્ન સિવાય ટકતી નથી. એવી જ રીતે માણસના અંતઃકરણમાં વિજયની એક વૃત્તિ પડેલી છે. બીજા કરતાં હું સરસ છું. બીજા ન સમજી શકે તે સમજી શકું છું. આવી વિજીગીષાની વૃત્તિ રહેલી છે. પછી આગળ ફણગો ફૂટે છે. બીજો હારે તો જ હું જીતીશ. પછી ફણગો આગળ જાય છે. મારી આડે આવનારને હું ખતમ કરીશ તો જ હું જીવી શકીશ. આમ વિકૃત સ્થિતિ ઊભી થઈ જાય છે. બીજો હારશે તો જ હું જીતીશ એમાં ઘર્ષણનો નિકાલ ના થાય તો એમાંથી ટોળીઓ બંધાય છે. અને પછી રાષ્ટ્રગત બની જાય છે. વ્યક્તિગત અહંકારને બદલે કોઈ સિદ્ધાંત ઉપર સમાનની લાગણીઓ ઊભી કરવામાં આવે તો એ રાષ્ટ્ર ઉત્તમ બને છે. દુનિયામાં હમણાં જે બનાવો બન્યા એમાં એમ કહી શકાય કે બ્રિટન કે ફ્રાંસ પડ્યું. પણ આખું બ્રિટન પડ્યું હોત તો તેમાંથી વિરોધ કેમ જન્મત ? આનો અર્થ એ છે કે બ્રિટનની પ્રજાને અશાંતિ ગમતી નથી. પણ એ રાષ્ટ્ર પોલીસપગલાં લીધાં. આજે રાષ્ટ્રો ટોળીઓના હાથમાં જઈ પડ્યાં છે. ટોળીની ઉમેદ તો એ હોય છે કે અમારું રાષ્ટ્ર જીતીને જીવી શકે. બીજાને મારીને જીવી શકશે.
૨૯૬
સાધુતાની પગદંડી