________________
તરીકે ઊભા રહેવાની ઇચ્છા વ્યક્ત કરી. લોકલ બોર્ડના ઉપપ્રમુખ તરીકે રાજીનામું આપ્યું. તે અંગે પણ વાતો કરી. મહારાજશ્રીએ ધીમેથી સારો સમય લઈ તેમને સમજાવ્યા કે આજે તો કોંગ્રેસને ટેકો આપવાની જરૂર છે
જ્યારે તે મુશીબતમાં હોય ત્યારે તો બળ આપવું જોઈએ. મગનભાઈ ખેડૂતમંડળ સામે અમુક જ દષ્ટિથી જુવે છે. પણ આજ સુધી જેમને પ્રતિષ્ઠા આપી હવે એકદમ કેમ ખસી શકે. વળી જેનો મારા તરફ પ્રેમ હોય તેને હું બે શબ્દો કહી શકું. બાકી તો ગ્રામસંગઠનો જેટલાં મજબૂત થશે તેટલી જ કોંગ્રેસને આપણે શુદ્ધ અને સંગીન કરી શકીશું. એકવાર કોંગ્રેસથી અલગ ઊભા રહ્યા તો બધાં વિરોધી બળો મદદને નામે આવી જવાના અને એક કોંગ્રેસી તરીકે વરસોથી તમે જે પ્રતિષ્ઠા મેળવી છે તે ધૂળમાં મળી જશે. આ બધું ખૂબ લાંબી દષ્ટિથી વિચારવું જોઈએ. વગેરે ઘણી વાતો કરી. તેમનાં મનમાં ગેડ તો બેઠી છે. વિચારશે અને ફરી એકવાર આવી જશે. સાંજની ગાડીમાં તેઓ ગયા.
જયંતીભાઈ ટુકડીમાંથી આવી ગયા. આજે શાંતિ હતી. કોઈ કોઈ ઠેકાણે અમુક જાતના અવાજો આવતા હતા. કોંગ્રેસના ખાંધિયા, ભાડૂતી, એવું એવું બોલતા હતા પણ બહુ ઓછા.
સાંજના અંબુભાઈ વિરમગામ તાલુકાનો પ્રવાસ કરીને આવ્યા. રણછોડભાઈએ કોંગ્રેસ અને દ્વિભાષી અંગે મહારાજશ્રી સાથે વાતો કરી. અંબુભાઈની તબિયત બગડી છે.
શાંતિસેના અંગે મહારાજશ્રીએ એક નિવેદન રાત્રે લખાવ્યું. તા. ૨૪-૧૦-૧૯૫૬ :
આજે ગ્રામ ટુકડીમાં હું ગયો. સાથે નિવેદન વગેરે લઈ ગયો. તેની નકલો કરી છાપાવાળાને મોકલી આપી. આજની ટુકડી ભાયલાની હતી. શાંતિથી પસાર થઈ. કોક કોક મહાગુજરાતના પોકારો અને બીજી માર્મિકવાણી બોલતા હતાં. અમારી આગળ હથિયારધારી પોલીસોની એક લોરી થોડે દૂર ચાલતી હતી. અમારી ટુકડીની આજુબાજુ પણ સી.આઈ.ડી. પોલીસ સાદા પહેરવેશમાં રહેતી હતી. આ અમને ગમતું નથી. પણ પોલીસવાળા કહે છે અમારી ફરજ અમારે બજાવવી જોઈએ. સરઘસ સૂત્રો ઉચ્ચારતું કોંગ્રેસ હાઉસમાં આવ્યું. અહીં વિઠ્ઠલ શાહ કે જેઓ યુવક કોંગ્રેસના ૨૯૪
સાધુતાની પગદંડી