________________
આપ્યા. એ બંને જણ ગૂંદી જઈ આવ્યા. પાકું કરી લીધું. સવારમાં ખબર આવી ગયા. ટુકડીમાં ૧૨મીના રશ્મિભાઈ અમદાવાદથી જોડાશે.
આજે મજૂર મહાજનવાળા શાંતિભાઈ દેસાઈ મહારાજશ્રીને મળવા આવ્યા, તેમની સાથે અમદાવાદની પરિસ્થિતિ અંગે વાતો કરી, મહાગુજરાતવાળાઓ આઠ દિવસની હડતાલ પાડવાના હતા. તેને બદલે એક દિવસની પડાવશે. તા. ૧લીના રોજ કદાચ તોફાનો થાય તો પોલીસને બળ ના વાપરવું પડે. તે માટે શાંતિસેનાની વાત મહારાજશ્રીએ મૂકી. એ અંગે જુદા જુદા વિચારો થયા. એક વિચાર એ મુકાયો કે હવે એ લોકો જાહેર તોફાન કરે એવું દેખાતું નથી. તો આપણે વળી નવો કાર્યક્રમ આપી શા માટે ઉશ્કેરણીનું કારણ આપવું. બીજી વાત એ થઈ કે કોઈ બીજો ઇચ્છે કે અમારે કોઈપણ લોકોને પોલીસની જરૂર નથી તો ત્યાં શાંતિસેનાએ મદદ કરવી. પણ એમ કોઈ ના ઇચ્છે તો શું કરવું ? ટુકડીઓ ક્યાં રાખવી ? એક વિચાર જયંતીભાઈએ મૂક્યો કે સવારમાં પ્રભાતફેરી કાઢવી. તેમાં રચનાત્મક નિયમો મૂકવા અને માનનાર એમાં સામીલ થઈ શકે. કોંગ્રેસ વિરોધીને કોઈને સ્થાન ન આપવું. પછી એ ટુકડી હઠીભાઈની વાડીએ બેસશે. શહેરમાં અશાંતિ જેવું લાગે કે તુરત પહોંચી જાય. પોતે હોમાય. દ્વિભાષી કે મહાગુજરાતથી પર માત્ર શાંતિ માટેના જ સૂત્રો હોય. કારણ કે ૩૧મી સુધી ખેડૂત ટુકડીઓ જાય, પછી પ્રાયોગિક સંઘનો પ્રયોગ શરૂ થાય એવી મહારાજશ્રીની ઇચ્છા છે. હજુ વિચાર-વિનિમય ચાલે છે.
ખસતાની ટુકડીવાળા ભાઈઓ આજે અહીં આવીને ગયા. શાંતિભાઈ દેસાઈ સાંજના ગયા. મોરારજીભાઈ પણ ગયા. છોટુભાઈ આજે આવ્યા. હરિવલ્લભભાઈએ સઘન ક્ષેત્ર અંગે વાતો કરી. તેમનું કહેવું એ હતું કે ઝવેરભાઈ એમ ઈચ્છે છે કે પરિણામલક્ષી કાર્ય થતું નથી. પ્રમુખ વગેરે કાર્ય કરે, તેવા મૂકવા જોઈએ. પણ સંસ્થા આટલો મોટો ખર્ચ કરે તો એ પ્રમાણે કામ બતાવવું જોઈએ. હરિવલ્લભભાઈ કહે, મારી શક્તિની મર્યાદા છે. બીજા કાર્યકરો મદદ કરે તો કામ વધુ દીપે. મહારાજશ્રીએ કહ્યું કે, આપણું કામ પાયાનું છે. દેખાશે ઓછું પણ આખા ગામડાંના પુનરુત્થાનનું કામ થશે. શુદ્ધિપ્રયોગ માટે સહકારી મંડળીએ એને અનુલક્ષીને ચાલે છે.
આજની ટુકડી માટે દેવીબહેન ગયાં હતાં. બપોરના પાછા આવ્યાં. ૨૯૨
સાધુતાની પગદંડી