________________
સરદારી આજથી શરૂ થાય છે. પરંતુ તેમના સગામાં કોઈનું મરણ થવાથી સ્ટેશન ઉપર નહિ આવવાના સમાચાર મોકલ્યા હતા. ટુકડી કોંગ્રેસ હાઉસ પહોંચી. ત્યાં ભવાનીશંકર મહેતાએ સંબોધી તેમણે કહ્યું, બાપુની સ્વરાજ્યકૂચ ૮૦ માણસોથી શરૂ થઈ. તેણે આખા દેશને સ્વરાજ્ય અપાવ્યું. તમો ભલે ૧૪ જણ હો પણ તમારી ભાવના ૧૪ લાખ જેટલી છે. ખેડૂત ટુકડીને હેરાન કર્યાના સમચારા મેં જાણ્યા. ત્યારે મને ભારે દુઃખ થયું. જે જગતાત છે તેનું આવું અપમાન શહેરો માટે ભયાનક છે. તે પણ આપણા ભાઈઓ છે. વગેરે.
પછી કહ્યું હું ગામડાંનો છું અને ગામડાંના મારા ભાઈઓ જમ્યા વગર જાય તે કેમ ચાલે ? મારે ઘેર કાયમી વ્યવસ્થા હું કરીશ. એકાદ દિવસ પૂરતું આમંત્રણ સ્વીકાર્યું છે.
દેવીબહેન ઉમરગઢથી આવી ગયાં.
તા. ૧૯-૧૦-૧૯૫૬ :
આજે ખસતાની ટુકડી ગઈ. વિદાય આપવા ગાડી ઉપર ગયો. આજની ટુકડીને પણ કોઈ જાતનો અવરોધ કરવામાં આવ્યો નહોતો. શાંતિથી પસાર થયા. આજે પણ સુરાભાઈ આવી શક્યા નથી. છોટુભાઈ અને દશરથભાઈ ત્યાં હાજર હતા. અહીંથી જયંતીભાઈ ગયા. રામનગરવાળા મુનિશ્રી નેમિચંદજીએ ટુકડીને હેરાન કરી, તેના પ્રાયશ્ચિત તરીકે જે ત્રણ ઉપવાસ કર્યા હતા તેનાં પારણાંવિધિ જાહેર રીતે થાય એ માટે પ્રયત્ન થયા. નાનચંદજી મહારાજ રૂબરૂ થાય તો સારું. એમ લાગવાથી તેમની ઇચ્છા જાણવા પ્રયત્ન કર્યો. પણ તેઓનું બહુ મન ના દેખાયું. તેઓ આવી બાબતમાં તટસ્થ રહેવા ઇચ્છતા હોય છે. એટલે પછી રામનગર ઉપાશ્રયમાં જ ગોઠવ્યું. તે વખતે જમનાશંક૨ભાઈ, અમુભાઈ વગેરે કોંગ્રેસી ભાઈઓ કદાચ હાજર રહેશે.
જયંતીભાઈ રાત્રે આવ્યા હતા. આજે મુંબઈથી મોરારજીભાઈ કરસનદાસ ભાટીયા, અને જયહિંદ કૉલેજના લેકચરર બાલુભાઈ મુંબઈથી મહારાજશ્રીને મળવા આવ્યા હતા. ગાડી ઉપર જ મળી ગયા. એટલે હું સાથે આવ્યો. વનિતાબહેન આજે બોટાદ તરફ ગયાં. લક્ષ્મીબહેન અને ગણેશભાઈ બપોરના ગયાં.
૨૯૦
સાધુતાની પગદંડી