________________
સરઘસ શાંતિથી પસાર થયું હતું. પાછળથી કોઈ કોઈ મહાગુજરાતના સૂત્રો બોલતા હોવાનું જણાયું.
રાત્રે ગોપાલક મંડળવાળા ગોવિંદભાઈ વકીલ મળી ગયા. છોટુભાઈએ શાંતિસેના અંગે વાતો કરી. તા. ૧લીના રોજ મહાગુજરાતવાદીઓ કદાચ તોફાન કરે તો પોલીસને બળ ન વાપરવું પડે તે માટે શાંતિસેનાના સભ્યોએ વચમાં હોમાવું જોઈએ. છોટુભાઈએ તો તા. ૧૬મીના હુમલા પછી બલિદાન આપવાની તૈયારી કરી રાખી છે, અને એક ચિઠ્ઠી પણ લખી રાખી છે. તેમની હિંમતને ધન્યવાદ ઘટે છે. આ ઉંમરે જબરું કામ કરે છે. તા. ૨૨-૧૦-૧૯૫૬ :
આજે કોંઠની ટુકડી ગઈ. ૧૩ સભ્યો હતા. દીવાનસંગભાઈની સરદારી હતી. આ એ કોઠ હતું. કે જેના વિશે ખેડૂતમંડળ વિશે દ્વિધા ફેલાવી હતી. અને દ્વિભાષીની સમજણ આપતી સભા થવા દીધી નહોતી. તેણે નામ રાખ્યું. આજે ગૂંદીની બીજી ટુકડી જવાની હતી પણ ઢીલાશ લાગેલી.
આજે મીરાંબહેન ટુકડીમાં ગયાં. છોટુભાઈ, ભાનુબહેન વગેરે સાથે ગયાં. બપોરની મોટરમાં સૂરજબહેન મુંબઈ ગયાં. સાંજે મોરારજીભાઈ વ. ગયા. આજે પણ ટુકડી શાંતિથી પસાર થઈ હતી. આજની ટુકડીને બેત્રણ શહેર સમિતિઓનાં ભાઈબહેનોએ સુતરઆંટી તથા ચાંલ્લા કરી સ્વાગત કર્યું હતું. અને કોંગ્રેસ હાઉસમાં ત્રણ વોર્ડ સમિતિના હોદ્દેદારોએ સંબોધ્યા હતા.
પરીક્ષિતભાઈ વ. આજે મળવા આવ્યા હતા. જયંતીભાઈએ આજે શાંતિ સેના અંગે મુખ્ય મુખ્ય જગ્યાએ સરક્યુલર કાઢ્યા. તા. ૨૩-૧૦-૧૯૫૬ :
આજે ટુકડી કોરિયાની જવાની હતી. સરદારી ખેડૂત મંડળના પ્રમુખશ્રી વીરાભાઈ લેવાના હતા. એટલે જયંતીભાઈ શટલમાં ગયા.
આજે વિરમગામથી દાસભાઈ આવ્યા. તેમણે કોંગ્રેસના ઉપરના માણસોના પક્ષપાત અંગે અસંતોષ વ્યક્ત કર્યો. મનગભાઈ ૨. પટેલની ગ્રુપીંગ કરવાની ટેવથી તેમને ખૂબ અસંતોષ છે. તેમની સામે કેટલાક વાંધા છે. પુરવાર કરવા તૈયાર છે. પણ ઉપરના કોઈ સાંભળતા નથી. એટલે વિરોધ વ્યક્ત કરવા અને બતાવી આપવા ચૂંટણીમાં સ્વતંત્ર સભ્ય
સાધુતાની પગદંડી
૨૯૩